• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 7 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના : આગમચેતીનાં પગલા લેવા આદેશ : માંગરોળ, માળિયા તાલુકાને હાઇએલર્ટ

7 તારીખ સુધી વરસાદ પડવાની સંભાવના : આગમચેતીનાં પગલા લેવા આદેશ : માંગરોળ, માળિયા તાલુકાને હાઇએલર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અરબીસમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ નજીક ઓખી નામનું વાવાઝોડુ કેન્દ્રીત થયુ છે. વાવાઝોડુ તા.3 થી 7 ડિસેમ્બર સુધીમાં ભારતનાં દક્ષિણ-પશ્ચિમ તરફનાં કાંઠા વિસ્તારમાં અસર કરે તેવી હવામાન વિભાગે સંભાવના દર્શાવી છે. જેના પગલે જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં દરિયાકાંઠા વિસ્તારમાં વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે. જેને પગલે તંત્ર એલર્ટ થઇ ગયું છે.

જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લાનાં આજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બપોર બાદ વાદળછાયુ વાતાવરણ બન્યુ હતું. તેમજ તેજ ગતિએ પવન ફુંકાયો હતો. જૂનાગઢ જિલ્લા કલેકટર વાવાઝોડાની અને વરસાદની સંભાવનાને લઇ માંગરોળ અને માળિયા હાટીના તાલુકાને હાઇએલર્ટ જાહેર કર્યો છે તથા વાવાઝોડાની અસરરૂપે તા.5 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી વરસાદ પડવાની સંભાવના હોય જૂનાગઢ જિલ્લાનાં તમામ તાલુકાને આગમચેતીનાં પગલા લેવા અને તાલુકા કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદારની નિમણુંક કરવા આદેશ કર્યો છે. તેમજ દરેક પરિસ્થિતીથી જિલ્લા કંટ્રોલ રૂમને વાકેફ કરવા આદેશ કર્યો છે.

જૂનાગઢ | વાવાઝોડુ અને વરસાદી માહોલ બનતા ખેડૂતો પર ચિંતાનાં માહોલ છવાયા છે ત્યારે જૂનાગઢ કૃષિ.નાં વૈજ્ઞાનિક એલ.કે.ધડુકે જણાવ્યુ હતું કે વરસાદ થાય તો ઘઉં સિવાયનાં તમામ પાકનેે નુકસાની થાય. ખાસ કરીને કપાસ કાળો પડી જાય અને પવનથી કપાસ ઢળી જવાની પણ શકયતા છે. ઉપરાંત જીરૂ, ધાણા જેવા પાકને પણ વ્યાપક અસર થવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...