• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 9 જાન્યુઆરીનાં મતગણતરી થશે : ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ

9 જાન્યુઆરીનાં મતગણતરી થશે : ચૂંટણીને લઇ તૈયારીઓ શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રામપંચાયતોનીસામાન્ય અને વિભાજનવાળી ગ્રામપંચાયત ચૂંટણીઓ જાન્યુઆરી 2017 ગુજરાત પંચાયત અધિનીયમ 1993ની કલમ 15(1) તથા ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 9(2) તથા 70 મુજબ રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યની 31 ડિસેમ્બર સુધીની મુદત પુર્ણ થતી હોય તેવી પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ ઓક્ટોબર-17માં યોજી છે. હવે ગુજરાત પંચાયત અધિનીયમ 1993ની કલમ-13 તથા 15 અનુસાર રાજ્યની તા. 31-1-18 સુધી પુરી થતી ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી તથા વિભાજનવાળી ગ્રામપંચાયતોની ચુંટણી યોજવાની થાય છે. અંગે પ્રાંત અધિકારી દ્વારા રોજ ચૂંટણી તબક્કાનું જાહેર કરતું જાહેરનામુ બહાર પાડ્યાની તારીખ તથા સરકારી રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરવાની તા.16-12-17 રહેશે.ઉમેદવારી પત્રો સ્વીકારવાની છેલ્લી તા.22-12-17, ઉમેદવારી પત્રો ચકાસણીની તા.23-12-17 રહેશે. ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તા.26-12-17 15 કલાક સુધી રહેશે, મતદાન તા.7-1-2018નાં રોજ યોજાશે જે મતદાનનો સમય સવારે 8 થી સાંજનાં 5 કલાક સુધીનો રહેશે. મતગણતરી 9 મી જાન્યુઆરી 2018નાં દિવસે થશે. ગ્રામપંચાયતોની ચૂંટણીમાં વીજાણુ મતદાન યંત્રનો ઉપગોગ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...