• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • યુવતીનાં અાપઘાત બાદ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ

યુવતીનાં અાપઘાત બાદ સાસરિયાં સામે નોંધાવી ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંસુખનાથ ચોક નજીક ઢુંઢણવાવનાં પુલ પાસે ગોલારાણા શેરીમાં રહેતા કાસમભાઇ ઇસ્માઇલભાઇ ઓઠાની પુત્રી રૂખસાના (ઉ. 22) નાં લગ્ન હજુ અઢી માસ પહેલાંજ ખામધ્રોળ રોડ પર સંધીપરામાં રહેતા યાસીન રશીદભાઇ જાડેજા સાથે થયા હતા. લગ્ન બાદ રશીદભાઇનું મૃત્યુ થયું હતું. આથી રૂખસાનાને તેના સાસરિયાંએ એમ કહીને ત્રાસ આપવાનું શરૂ કર્યું કે, તું છપ્પરપગી છો. ઘરમાં આવ્યા પછી અમારા ઘરમાંથી એક માણસનું મૃત્યુ થયું. આમ રૂખસાનાને અવારનવાર શારિરીક-માનસિક ત્રાસ આપતાં અાખરે તે ગત તા. 29 નવે. 2017 નાં રોજ પોતાને ઘેર પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ લેતાં તેનું મોત થયું હતું. આથી રૂખસાનાના પિતા કાસમભાઇએ રૂખસાનાનાં પતિ યાસીન, સાસુ આશુબેન, નાની સાસુ મરીયમબેન શરીફભાઇ સામે બી ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...