તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ - વડાલમાં ચક્કાજામ, 306 શખ્સોની પોલીસે કરી અટક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંસમઢિયાળા ગામમાં દલીત યુવાનો પર થયેલા અત્યચારનાં ઘેરા પડઘા પડ્યા છે. રાજયભરમાં સ્થિતી વણસી છે.ત્યારે જૂનાગઢમાં દલીત સંગઠનોએ ચક્કાજામ કર્યો હતો.જેમાં વડાલ અને જૂનાગઢ મધુરમ બાયપાસ પર રસ્તા રોકી ચક્કાજામ કરી દીધો હતો.ચક્કાજામને પગલે પોલીસે 306 દલીતોની અટક કરી હતી.જોકે મધુરમ બાયપાસ ઉપર પ્રથમ વખત ચક્કાજામ બાદ ફરી 30 મિનીટ બાદ ચક્કાજા કરવામાં આવ્યો હતો.તેમજ જૂનાગઢનાં કાળવા ચોકમાં સુત્રોચ્ચાર અને દેખાવ કરી રેલી યોજી હતી.આ ઘટનાનાં પગલે જૂદા-જૂદા દલીત સંગઠનોએ આવતીકાલે જૂનાગઢ બંધનું એલાન આપ્યુ છે.જેના પગલે શહેરની તમામ શાળા-કોલેજો પણ બંધ રહેશે. જૂનાગઢ જિલ્લામાં એસટી બસમાં તોડફોડની કરી છે.જેના પગલે જૂનાગઢ એસટી ડીવીઝનની તમામ બસ બંધ કરી દેવામાં આવ્યા છે.જૂનાગઢ અને વડાલમાં ચક્કાજામનાં પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.બાંટવાનાં દલીત યુવાનો ઝેરી દવા પી જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા.જેના પગલે પ્રાંત અધિકારી એમ.ડી.સીણોજીયા,ડીવાયઅેસપી એ.વી.ગખ્ખર સહિતનાં પહોચી ગયા હતા. દિવસભર માહોલ તંગદીલી ભર્યો હતો. બાબતે પોલીસે પણ ઠેર-ઠેર જગ્યાએ ચાંપતી નજર રાખી હતી. આજરોજ દલિત સમાજ દ્વારા બંધનું એલાન કરાયું છે. દલિત સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું છે.

કાળવા ચોકમાં સુત્રોચ્ચાર કર્યા હતા. સ્કુલ બસ પણ ફસાઇ ગઇ હતી. તસ્વીર-મેહુલચોટલીયા, મિલાપ અગ્રાવત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો