તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોરઠમાં એક થી દોઢ ઈંચ પડ્યો : સારા વરસાદની વાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાંઝરમરરૂપી પડતો વરસાદ હવે લોકોની ધૈર્ય પરિક્ષા લઇ રહયો છે ધોધમાર વરસાદની લોકો રાહ જોઇ રહયા છે છતા હજુ પણ મેઘરાજા મન મુકી વરસાવાવમાં કંજુસાઇ કરી રહયા હોય અેવું જણાઇ આવે છે હજુ પણ સીઝનમાં એકધારી સતત એક ઇંચ થી વધુ વરસાદ વરસ્યો નથી.

ચોમાસું મધ્યાંતરમાં ચાલતું હોવા છતા પણ મેઘરાજા હજુ સુધી ધોધમારરૂપે વરસી રહયા નથી. ત્યારે લોકોમાં વરસાદને લઇ ધૈર્ય પણ ખુટી રહયુ છે. અલપ-ઝલપ અને ઝરમર છાંટારૂપી વરસતો વરસાદ માત્ર રોડ -રસ્તા ભીનાં કરી વિરામ લઇલે છે પરંતુ ધોધમાર વરસવામાં કંજુસાઇ કરી રહયો છે. આજ રોજ જૂનાગઢ શહેરમાં માત્ર આઠ મીમી વરસાદ નોંધાયો છે. જે એક ઇંચનાં અડધા ભાગથી પણ અોછો કહેવાય.

વરસાદ લંબાઇ જતા શહેરનાં કેટલાય વિસ્તારોમાં હજુ પણ મનપાએ પાણી પુરૂ પાડવુ પડી રહયું છે. શહેરમાં જળ સંકટનાં નિવારણ માટે એકમાત્ર વરસાદ ઉપર આશ લગાવી બેસેલા શહેરીજનોની પણ કસોટી થઇ રહી છે. તો સ્થિતીમાં તમામ વિસ્તારોને પાણી પુરૂ પાડવું મનપાનાં શાસકો માટે પડકારરૂપ બન્યું છે.

સોરઠમાં એકમાત્ર જૂનાગઢમાં વરસાદનું પ્રમાણ નહિવત જેટલું છે. બાકીનાં શહેરોમાં નોંધ પાત્ર વરસદાનાં આંકડા નોંધાયા છે.જિલ્લાનાં મેંદરડામાં 30 મીમી , વિસાવદરમાં 22 મીમી, વંથલીમાં 12 મીમી, કેશોદમાં 18 મીમી, ભેંસાણમાં 17 મીમી, જયારે ગીરસોમનાથ જિલ્લાનાં વેરાવળમાં 6 મીમી, તાલાલામાં સાત મીમી, સુત્રાપાડામાં 9 મીમી અને ઉનામાં ત્રણ મી.મી.વરસાદ નોંધાયો હતો. વરસાદ માટે શહેરમાં ઠેર-ઠેર રામધુન અને યજ્ઞો સહિત વિવિધ ધાર્મિક કાર્યો પણ કરાયા છે. ત્યારે મેઘરાજા મનમુકી વરસી જૂનાગઢની ભુમિને વરસાદથી તરબોળ કરી દે એવી લોકો આશા સેવી રહયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો