તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવાનાં ત્રણ દલિત યુવાને ઝેરી દવા પીધી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊનાનાંસમઢિયાળા ગામે દિલત યુવાનો પર થયેલા અત્યાચારનાં પગલે બાંટવામાં સ્થિતી સ્ફોટક બની હતી. મંગળવારે બપોરનાં દલિત સમાજ એકઠો થયો હતો.ત્યારે અચાનક ત્રણ દલિત યુવાને ઝેરી દવા પી લેતા પ્રથમ માણાવદર ખસેડવામાં આવ્યા હતા. બાદમાં જૂનાગઢ અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.તેમજ દલિત સમાજે બાંટવા બાયપાસ ઉપર બે કલાક ચક્કાજામ કરી દીધો હતો.

ઊનામાં દલિત સમાજનાં યુવાન પર થયેલા અત્યાચારનાં પગલે રાજયમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી ઉભી થઇ છે. ત્યારે મંગળવારે બપોરનાં બાંટવાનાં આંબેડકર નગરમાં દલિત સમાજ એકઠો થયો હતો.તે દરમિયાન દલિત સમાજનાં દીલીપ જેશીંગ પરમાર (ઉ.વ.21), રસીક વિરાભાઇ વિંઝુડા (ઉ.વ.40) અને દીનેશ રાજાભાઇ વેગડાએ ઝેરી દવા પી લીધી હતી.જેના પગલે પીએસઆઇ એચ.પી.પાલિયા અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા અને 180ની મદદથી પ્રથમ માણાવદર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાદ જૂનાગઢ સિવીલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.જોકે તેમાંથી એક યુવાનની હાલત ગંભીર હોય રાજકોટ રીફર કર્યા હતા.અને તેની સાથે અન્ય બે યુવાને પણ રાજકોટ ખસેડયા હતા. બાંટવાની ઘટના બાદ દલિત સમાજ રસ્તા પર ઉતરી ગયો હતો. બાંટવા બાયપાસ ઉપર બે કલાક ચક્કાજામ કરી દીધો હતો. બે કલાકની સમજાવટનાં પગલે રસ્તો ખુલ્યો હતો.માણાવદર સરકારી હોસ્પિટલનાં ડો.ભાદરકાએ જણાવ્યુ હતુ કે, યુવાનો દવા પી સારવારમાં આવ્યા હતા. એકની હાલત વધુ ખરાબ હતી.અને જૂનાગઢ મોકલવામાં આવ્યા છે.

અત્રે નોંધનીય છે કે, ઉનાનાં મોટા સમઢીયાળાની ઘટનાને પગલે હાલ ગુજરાત આખુ ધણધણી ઉઠ્યું છે અને તેના ઘેરા પડઘા પડી રહ્યાં છે. ત્યારે દરેક જગ્યાએ આંદોલન સહિતનાં દેખાવો થઈ રહ્યાં છે.

રસ્તા પર ચક્કાજામ,ત્રણે દવા પી લેતા સારવારમાં. તસવીર- અર્જૂન કરમટા

બાંટવાની ઘટના બાદ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.તેમજ જિલ્લામાં એસટી બસમાં તોડફોડ થતા બાંટવા એસટી ડેપોમાં તમામ બસ રોકી દેવામાં આવ્યા હતા.તમામ રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા.જેના કરણે એસટી ડેપોમાં બસનાં થપ્પા લાગી ગયા હતા.

ખાંભલાગામે દલિત સમાજ દ્વારા ચક્કાજામ

માણાવદરણતાલુકાનાં ખાભલા ગામે દલિત સમાજ દ્વારા જૂનાગઢ- પોરબંદર હાઇવે ઉપર ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.આ ઘટનાનાં પગલે માણાવદરનાં પીઅેસઆઇ ભોરણિયા અને સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા.

બાંટવા ડેપોમાં બસનાં થપ્પા લાગી ગયા

મોટા સમઢીયાળાની ઘટનાનાં ઘેરા પડઘા, જૂનાગઢથી રાજકોટ રીફર કરાયા, બાંટવા બાયપાસ પર બે કલાક ચક્કાજામ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો