તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વેરાવળ એસટી ડેપોનાં તમામ 97 રૂટો બંધ કરી દેવામાં આવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેરાવળ એસટી ડેપોનાં તમામ 97 રૂટો બંધ કરી દેવામાં આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનામાંદલિત યુવાનો પર ગયેલ અત્યાચારની ઘટનામાં વિરોધમાં સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર દલિત સમાજ દ્વારા રસ્તા રોકો સહિતનાં આંદોલન ચલાવી વિરોધ દર્શાવાઇ રહયો છે. જે અંતર્ગત મંગળવારે સવારે નવેક વાગ્યા આસપાસ વેરાવળ-જૂનાગઢ હાઇવે પર સુપાસી ગામે દલિત સમાજનાં લોકોએ અડધી કલાક સુધી હાઇવે ચક્કાજામ કરતા વાહનોનાં થપ્પા લાગી ગયા હતા જો કે પોલીસે દોડી જઇ સ્થિતી વણસે તે પહેલા કાબુમાં લીધી હતી. ઉનાના દલિત પરીવાર પર થયેલ અમાનુષી અત્યાચારનાં વિરોધમાં જિલ્લા કોંગ્રેસ અનુસુચિત વિભાગ દ્વારા આજે તા.20નાં રોજ દલિત સમાજની રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવવાનું નક્કી થયેલ છે. તો સોમવારનાં રાત્રીનાં રાજકોટ જિલ્લામાં એસટી બસોને નિશાન બનાવવાની ઘટનાના પગલે વેરાવળ ડેપોની વાયા ઉના થઇ અમરેલી-ભાવનગરનાં તમામ રૂટોની બસો તેમજ વેરાવળનાં ગ્રામ્ય વિસ્તાર મળી ડેપોનાં તમામ 97 રૂટો આજે સવારથી ક્રમશ: બંધ કરી દેવામાં આવેલ છે. જેના પગલે મુસાફરો હેરાન-પરેશાન થતા નજરે પડયા હતા.

ઉનાના સમઢીયાળા ગામના દલિત યુવાનો પર કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમાનુષી અત્યાચારની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારથી દલિત સમાજમાં ઉગ્ર રોષની લાગણી જન્મી છે. જેના પગલે ગઇકાલે ગોંડલ સહિતનાં વિસ્તારમાં ઝેરી દવા પીવાના બનાવો બનેલ તેમજ ગત મોડી રાત્રીનાં ધોરાજી, રાજકોટ સહિતનાં ગામોમાં એસટી બસને ટોળાઓએ નિશાન બનાવ્યાની તેમજ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર હાઇવે પર ચક્કાજામની ઘટના બનવા પામી હતી. જેનાં પગલે આજે સવારે નવેક વાગ્યા આસપાસ વેરાવળ -જૂનાગઢ હાઇ વે પર આવેલ સુપાસી ગામનાં પાટીયા પાસે એકાએક દલિત સમાજનાં લોકોનું ટોળું હાઇવે પર આવી ચડી હાઇવેની વચ્ચે બસી જઇ ચક્કાજામ કરી મુકતા હાઇવેની બંને સાઇડ વાહનોનાં થપ્પા લાગી ગયા હતા ત્યારે ઘટનાની જાણ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સ્ટાફ સાથે તુરંત સુપાસી દોડી જઇ દલિત સમાજનાં લોકોને શાંતિપુર્વક સમજાવટ કરતા અડધા કલાક બાદ હાઇવે પરથી લોકોનું ટોળુ હટયું હતું. ત્યારબાદ હાઇવે પર ફરી વાહન વ્યવહાર ધમધમતો થયો હતો.

ગતરાત્રીનાં રાજકોટ જિલ્લામાં એસટી બસોને નિશાન બનાવ્યા તેમજ તાલાલા બસ સ્ટેશનમાં પડેલ એસટી બસોને નિશાન બનાવવાનો ટોળા દ્વારા પ્રયાસ થયેલ પરંતુ તે સમયે પોલીસ પહોંચી જઇ બસને બચાવી લઇ ટોળાને વિખરેલ હતું. જેના પગલે ગતરાત્રીથી વેરાવળ ડેપોથી દોડતી વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારો, તાલાલા અને વાયા ઉના થઇ અમરેલી અને ભાવનગર રૂટોની બસો એસટી નિગમની વડી કચેરીની સુચનાથી બંધ કરી દેવામાં આવેલ હતી. તેમજ આજે બપોર બાદ સૌરાષ્ટ્રનાં જુદા-જુદા જિલ્લામાં સ્થિતીઓ વણસી હોવાના પગલે વેરાવળ થી અંબાજી, ગાંધીનગર, ભુજ સહિતનાં લાંબા અંતર તથા સૌરાષ્ટ્રનાં અલગ-અલગ કુલ 97 રૂટો વડી કચેરીની સુચનાથી બંધ કરી દેવામાં આવેલ છે તેમજ હવે જયારે વડી કચેરીનો આદેશ આવશે ત્યારે ફરી બસો દોડતી કરવામાં આવશે તેમ વેરાવળ અેસટી ડેપો મેનેજર વસુ ડાંગરે જણાવેલ હતું.

ઉનાની ઘટનાના પગલે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા અનુસુચિત કોંગ્રેસ વિભાગ દ્વારા આવતી કાલે તા.20 ના રોજ સવારે 10 વાગ્યે જિલ્લા મથક વેરાવળ ખાતે દલિત સમાજની રેલીનું આયોજન કરેલ છે જેમાં જિલ્લામાંથી દલિત તથા અન્ય સમાજનાં આગેવાનો હાજર રહેશે અને રેલી શહેરનાં વિવિધ માર્ગો પર ફરી કલેકટરને આવેદનપત્ર પાઠવશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવનાભાઇ બારડે જણાવેલ છે. તસવીર- રવિ ખખ્ખર

આજે કોંગ્રેસનાં નેજામાં દલિત સમાજની રેલી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો