તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • પથ્થરમારામાંકોન્સ્ટેબલનું..... અગાઉ9ની ધરપકડ થઈ હોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પથ્થરમારામાંકોન્સ્ટેબલનું..... અગાઉ9ની ધરપકડ થઈ હોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

પથ્થરમારામાંકોન્સ્ટેબલનું.....

અગાઉ9ની ધરપકડ થઈ હોવાથી ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા હવે 16 થઈ છે. મંગળવારે પણ દલિતો દ્વારા વિવિધ જગ્યાએ કલેક્ટર-મામલતાદર કચેરીઓ પર મૃત પશુઓના અવશેષો ફેંકીને વિરોધ વ્યક્ત કરાયો હતો.

રાજકોટમાં 2 બીઆરટીએસ, ટ્રેન અને સિટીબસ ઉપર પથ્થરમારો કરી નુકસાન પહોંચાડાયું હતું. જામનગર, આટકોટ, માળિયા ચોકડી, વેરાવલના સુપાસી, ઉના, કોડીનાર, જૂનાગઢના વડાલા, ધ્રોલના જોડીયા રોડ અને દિગ્જામ સર્કલ, માળિયા-મિયાણા, જેતપુર, લીમડી નેશનલ હાઈવે પર ટોળા દ્વારા ચક્કાજામ કરાયો હતો. અમદાવાદ અને ગાંધીનગરમાં દલિતોને રેલી કાઢવાની મંજૂરી અપાતાં તેમણે સભા કરીને ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. અમદાવાદમાં દલિતોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. અલ્પેશ ઠાકોર આજે ગાંધીઆશ્રમ ખાતે ઉના ઘટનાના વિરોધમાં ઉપવાસ પર બેસવાના હતા, પરંતુ તેમને મંજૂરી અપાતાં પોલીસે તેમની અટકાયત કરી હતી.

મંગળવારે સમગ્ર સૌરાષ્ટ્રમાં દલિત સમાજ દ્વારા ઠેરઠેર પથ્થરમારો કરીને બજાર-દુકાનો બંધ કરાવાઈ હતી. મંગળવારે જૂનાગઢમાં 4, બાંટવામાં 4, કેશોદમાં 2, અમદાવાદમાં 1 દલિત યુવાને ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે ગોંડલના બીલિયાળી ગામે 3 દલિત યુવાનોએ એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેતપુરમાં બંધ કરાવા નિકળેલા ટોળાએ દુકાનોમાં તોડફોડ કરી હતી. ભાયાવદરમાં દલિતોએ રેલી કાઢીને આવેદન આપ્યું હતું. આટકોટમાં મોડીરાત્રે સડક પર ટાયરો સળગાવાતાં સ્થિતી તંગ બની ગઈ હતી. ગોંડલના મોવિયા ગામે ટોળાએ એસટી બસના કાચ ફોડ્યા હતા. જામનગરથી જૂનાગઢ, મોરબી તરફ જતી બસ, અમરેલી ડેપો, ગોંડલ ડેપો, ધ્રોલ, ઉના, ગીર-સોમનાથ, કોડીનાર, તાલાલામાં એસટી બસ સેવા બંધ કરી દેવાઈ હતી.

રાહુલ21, કેજરી 22મીએ.....

ઉનામાંઅત્યાચારનો ભોગ બનેલા દલિત યુવાનોના મામલાએ રાજકીય રંગ પકડી લીધો છે. જે અંતર્ગત કોંગ્રેસના રાષ્ટ્રિય ઉપ પ્રમુખ રાહુલ ગાંધી 21મી જુલાઈના રોજ પીડિત દલિત યુવાનો અને તેમના પરિવારને સાંત્વના આપવા અને તેમની વેદનાને સાંભળવા માટે ઉનાની મુલાકાત લેશે. ઉલ્લેખનિય છે કે સંસદના ચોમાસુ સત્રમાં ઉનાના દલિતો પરના અત્યાચારનો મામલે ભારે ચર્ચા થઈ ચુકી છે. ભાજપને ઘેરવા માટે બીએસપી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કમર કસી છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 20 જુલાઈના રોજ ઉનાની મુલાકાત લઈ રહ્યા છે. તેના બીજા દીવસે રાહુલ ગાંધી અને તે પછીના દિવસે અરવિંદ કેજરીવાલ ઉનાની મુલાકાત લેશે.

મોદીસરકાર સરમુખત્યાર.....

અન્યકોઈની વાત સાંભળવામાં આવતી નથી. નવજોત સિદ્ધુના રાજીનામા અંગે કેજરીવાલે ટિ્વટ કરીને જણાવ્યું હતું કે ભાજપમાં પ્રામાણિક લોકો ટોચના નેતાઓની સરમુખત્યારશાહીને કારણે ગૂંગળામણ અનુભવે છે. તેમણે જણાવ્યું હતું કે શું હું મારી મરજી મુજબનું ખાવાનું ખાઈ શકુંω ભાજપમાં અંતિમ હદની સરમુખત્યારશાહી ચાલી રહી છે. તેઓ તમામ બાબતો ઉપર અંકુશ મેળવવા માગે છે. તાજેતરમાં મુખ્યપ્રધાનના અગ્ર સચિવ રાજેન્દ્રકુમારની ધરપકડ કરવામાં આવી હતી તે બાદ તેમણે તેમને સસ્પેન્ડ કરવા માટેનો ઓર્ડર લખ્યો હતો તો ગૃહ મંત્રાલયે કેજરીવાલને અટકાવ્યા હતા અને જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન પોતાની રીતે નિર્ણય લઈને કોઈ અધિકારીને સસ્પેન્ડ કરી શકે. સીબીઆઈએ રાજેન્દ્રકુમારની ભ્રષ્ટાચાર અંતર્ગત ધરપકડ કરી છે. નવજોત સિદ્ધુના રાજીનામા અંગે ટિ્વટમાં તેમણે જણાવ્યું હતું કે સિદ્ધુએ ઉપલા ગૃહમાંથી પોતાનું રાજીનામું આપી દીધું તે બદલ હું તેમને સલામ કરું છું.

રાહુલગાંધી માફી.....

માફીમાગવા અથવા બદનક્ષી કેસમાં ટ્રાયલ માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે. કોર્ટે કહ્યું કે નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીને માર્યા અને આરએસએસના લોકોએ મહાત્મા ગાંધીને માર્યા, બંને વાતોમાં ઘણો મોટો તફાવત છે. કેસની આગામી સુનાવણી 27 જુલાઈએ થશે. મંગળવારે સુનાવણીમાં રાહુલ વતી જોરદાર દલીલ કરી હતી.

સંઘવિરુદ્ધ આવું નિવેદન કેમ : કોર્ટ

જસ્ટિસદિપક મિશ્રાના વડપણ હેઠળની બેન્ચે પૂછ્યું ‘તમે આરએસએસ અંગે આવા પ્રકારનું નિવેદન કેમ કર્યું ? કોઈ ઓર્ગેનાઈઝેશન પર પ્રકારનો આરોપ મૂકી શકો નહીં. જાહેરમાં આવી ટિકા કરી શકો નહીં. રાહુલે સાબિત કરવું પડશે કે આરએસએસની વિરુદ્ધ નિવેદન લોકહિતમાં હતું.

સિદ્ધુટૂંકમાં જ.....

તેભાજપમાં જોડાય તેનો સવાલ નથી. છેલ્લા કેટલાય સમયથી સિદ્ધુ પાર્ટીથી ખુશ નહોતા. પંજાબની સેવા કરી શકતા નહોતા, તેમની સામે છેલ્લો એક વિકલ્પ હતો. ઉપરાંત તેમણે કહ્યું કે, પંજાબમાં આપ એક સારો વિકલ્પ બનીને આગળ આવી રહ્યો છે. આપમાં જોડાવાના સવાલ પર તેમણે કહ્યું, તેનો ખુલાસો સિદ્ધુને કરવા દો. બે-ત્રણ દિવસમાં તેઓ પોતે નિર્ણયની જાહેરાત કરશે. આપના એક મુખ્ય નેતાએ સિદ્ધુની આપમાં આવવાની વાતને સાચી કહી છે.

કીર્તિઆઝાદની પત્ની પણ ‘આપ’માં જોડાશે

નવીદિલ્હી. સિદ્ધુ પછી હવે સસ્પેન્ડેડ ભાજપી સાંસદ કીર્તિ આઝાદની પત્ની ભાજપ છોડી શકે તેવા સંકેત મળી રહ્યા છે. અત્યારે તે દિલ્હી ભાજપની પ્રવક્તા પણ છે.

સિદ્ધુનેપંજાબનો ચહેરો નહીં બનાવાય : કેજરીવાલ

સિદ્ધુનેપંજાબની ચૂંટણીમાં સીએમ પદ માટેનો ચહેરો બનાવવાની વાતો પર સ્પષ્ટતા કરતા કહ્યું છે કે આવું કાંઇ નથી. પરંતુ સિદ્ધુના રાજીનામાના કેજરીવાલે વખાણ કર્યા હતાં. કેજરીવાલે પણ કહ્યું હતું કે, સારા લોકો ભાજપમાંથી રાજીનામું આપી રહ્યા છે. માટે મેં સિદ્ધુના સાહસની પ્રશંસા કરી હતી. આપમાં જોડાવા માટે આમ આદમી બનવું જરૂરી છે તેવી વાત પણ કેજરીવાલે કરી હતી.

કાશ્મીરનાકેસ....

નિર્ણયલીધો છે. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં આવું નહોતું. કોર્ટે કહ્યું છે કે, અનુચ્છેદ 21 દરેકને ન્યાયનો અધિકાર આપે છે. જો કોઇ બીજા રાજ્યમાં પહોંચવા માટે અક્ષમ છે તો તે ન્યાય મેળવવામાં વંચિત રહી જાય છે. એવામાં સુપ્રીમકોર્ટને અધિકાર છે કે અનુચ્છેદ 136 અંતર્ગત દરેકને ન્યાય આપે. સીઆરપીસીની કલમ 25 અંતર્ગત દેશનાં કોઇ પણ રાજ્યમાંથી બીજા રાજ્યમાં કેસ ટ્રાન્સફર થઇ શકે છે. જમ્મુ-કાશ્મીરમાં લાગુ પિનલ કોડમાં લાગુ પડતું નથી જેથી કેસ ટ્રાન્સફર થતો નથી. એક મહિલા પોતાના વૈવાહિક વિવાદને દિલ્હી ટ્રાન્સફર કરવા માંગતી હતી. પૂર્વ ચીફ જસ્ટિસ આર.એમ. લોઢાએ તેમનો કેસ બંધારણીય બેઠકમાં મોકલ્યો હતો. દેશના અન્ય રાજ્યોમાં પહેલેથી કેસો ટ્રાન્સફર કરવાની વ્યવસ્થા છે. ગુજરાતના બનાવટી એન્કાઉન્ટર કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો