તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢથી સત્તાધાર રૂટની બસ અનિયમિત થતાં લોકોને હાલાકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢથી સત્તાધાર રૂટની બસ અનિયમિત થતાં લોકોને હાલાકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બસનો સમય દોઢ કલાક વહેલો નિયત કરાતાં

જૂનાગઢબસ ડેપો દ્વારા સતાધારની રાત્રીની બસ અનિયમિત કરી દેતા હાલાકી સર્જાઇ હતી. બસનો સમય દોઢ કલાક વહેલો કરી દેતા લોકોને દૈનિક અપડાઉનમાં ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. વેપારીઓએ જૂના સમયે બસ શરૂ કરવા માંગ કરી હતી. તેમજ અંગે એસટી તંત્ર દ્વારા જલ્દીથી કાર્યવાહી થાય એવું પ્રવાસી મુસાફરો ઇચ્છી રહયાં છે.

જૂનાગઢથી સતાધાર ગામે અપડાઉન કરતી ડેપોની બસનો સમય ફેરવી નાંખવામાં આવતા હાલાકી સર્જાઇ હતી. રાત્રીના 9 વાગ્યે ચાલતી બસનો સમય ફેરવી 7:30 કરી નાંખતા મુસાફરોને મુશ્કેલીમાં વધારો થયો હતો. સાંજના સમયે ફેરફાર કર્યો જેમાં અડધી કલાકના અંતરે બસ મળે છે. પરંતુ રાત્રીનાં બસ ચાલ્યા પછી બીજી બસ માટે કલાક સુધી રાહ જોવી પડે છે. એસટી વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી સમયમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. રાત્રીનાં સમયે વેપારીઓ અને નોકરીયાત વર્ગ મુસાફરી કરતો હોવાથી જોખમ વધી જાય છે. સાંજની બસને નિયમિત સમય કરતા દોઢ કલાક વહેલી કરવામાં આવતા 10 વાગ્યાની લોકલ બસ માટે રાહ જોવી પડે છે. બાબતે આશિષ રાજપરા, ગોવિંદ ધોળકીયાએ જણાવ્યુ હતું કે, પ્રાઇવેટ વાહનોની રાહ જોવી પડે છે. એસટી બસનાં ટાઇમ ટેબલનાં લોકોનું સમયપત્રક પણ બદલાયું છે. અનેક કામો ખોરંભે ચડી જાય છે. જેથી બસનો સમયપત્રક નિયમિત સમય મુજબ શરૂ કરવામાં આવે તો સમસ્યા હલ થાય. ઉલ્લેખનિય છે કે, એસટી સમય પત્રક અંગે અગાઉ પણ રૂટ માટે વારંવાર ફરિયાદો ઉઠી હતી. ત્યારે એસટી તંત્ર દ્વારા તુરંતનાં પગલા લઇ મુસાફરો માટે ભારે સગવડ કરી આપવામાંઆવી હતી. ત્યારે એસટી તંત્ર વખતે પણ વેપારી વર્ગ અને ટયુશનમાં જવાઅપડાઉન કરતાં વિદ્યાર્થીઓની રજૂઆતને યોગ્ય પ્રતિસાદ આપી જૂનાગઢ - સતાધાર રૂટની બસનં ટાઇમ ટેબલમાં બદલાવ લાવે એવી પ્રવાસી આલમમાંથી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો