તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • કૃષિ.યુનિ.નાં માધ્યમથી ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે ખેડૂતો સાથે લાઇવ કોન્ફરન્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ.યુનિ.નાં માધ્યમથી ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે ખેડૂતો સાથે લાઇવ કોન્ફરન્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢકૃષિ યુનિવર્સિટી દ્વારા ધોરાજી તાલુકાનાં મોટી મારડ ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં 117 ખેડૂતોને અદ્યતન ટેકનોલોજી લાઇવ વિડીયો કોન્ફરન્સ દ્વારા ગુલાબી ઇયળનાં નિયંત્રણ માટે શું કરવુω તેની માહિતી આપી હતી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુલાબી ઇયળના અસરકારક નિયંત્રણ અંગે બેઠક બોલાવવામાં આવી હતી. ખેડૂતોએ કપાસની વાવણી કરી દીધી છે. પરંતુ ઇયળ વર્ષે ખેડૂતોને નુકશાન કરે તે માટે તાત્કાલિક કઇ રીતે માર્ગદર્શન આપવું અંગેની ચર્ચા થઇ હતી. ધોરાજી તાલુકાનાં મોટી મારડ ખાતે સામાજિક સંસ્થા અને કૃષિ યુનિવર્સિટીનાં સંયુક્ત ઉપક્રમે લાઇવ વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં યુનિ.નાં કુલપતિ ડો.અે.આર.પાઠકનાં માર્ગદર્શન હેઠળ ડો.એ.એમ.પારખીયા, કપાસ વૈજ્ઞાનિક ડો.એલ.કે.ધડુક, કિટકશાસ્ત્રનાં પ્રો.વી.અેમ.ભટ્ટ, હરેશ ગજેરા, આનંદ કુમાર વગેરેની ટીમે 117 ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. કાર્યક્રર રેડીયો સ્ટેશન જનવાણી ખાતેથી યોજવામાં આવ્યો હતો.

ખેડૂતોએ કેવા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યુωં

ખેડૂતોએગુલાબી ઇયળ કપાસમાં ક્યાં ઇંડા મુકે છે. અસરકારક નિયંત્રણ માટે શું કાળજી રાખવી જોઇઅે. ગુલાબી ઇયળ ફેરોમેન ટ્રેપ વીઘા દીઠ કેટલા મુકવા જોઇએ વગેરે પ્રશ્નોનું નિરાકરણ મુક્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો