તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • રજાનાં દિવસોમાં ભવનાથમાં ઘેરી બનતી ટ્રાફિકની સમસ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજાનાં દિવસોમાં ભવનાથમાં ઘેરી બનતી ટ્રાફિકની સમસ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભવનાથતળેટીમાં રવિવાર કે અન્ય રજા અને તહેવારોનાં દિવસે હજારોની સંખ્યામાં લોકો ફરવા માટે ઉમટી પડે છે. જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે મેદાનમાં નાના મેળા જેવું દ્રશ્ય સર્જાય છે. હજારોની સંખ્યામાં લોકો આવતા હોય ત્યારે અહિં ટ્રાફીક નિયમન હોવુ જરૂરી છે. લોકો આડેધડ પાર્કિંગ સાથે અનેક ટ્રાફીક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે.

રજાના દિવસોમાં ભવનાથ તળેટી લોકોની મેદનીથી ઉભરાઇ રહે છે ત્યારે નાના-મોટા અકસ્માતોનાં બનાવ પણ સામે આવે છે. ઉપરાંત પુરપાટ સ્પીડે બાઇક ચલાવી છાટકા મારતા છેલબટાઉ યુવાનો પણ જોવા મળી રહે છે. સામાન્ય રીતે અહિ ટ્રાફીક પોલીસનાં કર્મચારીઓની હાજરી રોજ હોય છે. પરંતુ રવિવાર કે રજાના દિવસોમાં કર્મચારીઓની સંખ્યા વધારવામાં આવે તો ટ્રાફીક નિયમન કરવામાં સુદઢતા રહેશે.

ઉપરાંત વાહન પાર્કિંગની સમસ્યા પણ શીરદર્દ સમાન છે. ફરવા આવતા લોકો કયારેક તો રસ્તાની સાઇડો પર અને આડેધડ વાહનો પાર્કિંગ કરી દેતા અંધાધુધી સર્જાઇ રહી છે. અહિ વ્યવસ્થિત્ વાહન પાર્કિંગ કરાવવામાં આવેતો ટ્રાફીક સમસ્યા હળવી બનશે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં સાધુ-સંતોના આશ્રમો અને દેવી-દેવતાઅોના મંદિરો આવેલા છે. વર્ષ દરમિયાન અહિં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. ત્યારે પ્રશાસન દ્વારા અહિં સફાઇ અંગે પૂરતી તકેદારી રાખવી અનીવાર્ય હોવા છતા પણ અહિં સફાઇનો અભાવ પ્રવર્તી રહ્યો છે. પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો