તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ સેશન્સ કોર્ટે પાદરિયાનાં શખ્સનાં જામીન નામંજુર કર્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ સેશન્સ કોર્ટે પાદરિયાનાં શખ્સનાં જામીન નામંજુર કર્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢથીપાદરિયા જતા બીલખા ગેઇટ પાસે ફોર વ્હીલમાંથી આવી શખ્સોએ ટુ વ્હીલ ચાલકને ઠોકર મારી તલવાર સહિતનાં ધારદાર હથિયારો વડે હુમલો કર્યો હતો. તેમજ માથાના ભાગે ગંભીર ઇજા કરી હતી, સારવાર દરમિયાન તેમનું મોત થયુ હતુ. બાબતે કોર્ટે ગુનામાં જોડાયેલા હોવાનું કહી જામીન નામંજુર કર્યા હતા.

કેસની હકીકત મુજબ, દોઢેક માસ પહેલા પાનમાવાની દુકાનમાં નગા સરમણ તથા તેના પિતાને પૈસા બાબતે માથાકુટ થઇ હતી. જેમાં ફરીયાદ નોંધાતા જુના મનદુ:ખને કારણે તા. 3 જુનનાં માથાકુટ થઇ હતી. જૂનાગઢથી પાદરિયા જતાં હતાં ત્યારે આંબેડકરનગર બીલખા ગેઇટ પાસે સાડા અગીયાર વાગ્યા આસપાસ જયસુખ ઉર્ફે હસુ દેવજીભાઇ વાધેલા સહીતનાં શખ્સો કાળા કલરની ફોર વ્હીલમાં આવી મોટર સાઇકલમાં સવાર નરશી અને મુકેશના માથામાં હાથ પગમાં કુહાડી, તલવાર, લોખંડના પાઇપ, ધારીયું જેવા હથિયારો વડે આડેધડ માર માર્યો હતો. તેમજ માર મારી તને પતાવી દેવો છે. એવી ધમકી આપી ગલીઅોમાં નીકળી ગયો હતો. સારવાર દરમિયાન નરશીનું મૃત્યુ થયું હતું. સરકારી વકીલ ડી.સી.ઠાકરની દલીલ પ્રમાણે ગુનામાં મહત્વનો ભાગ ભજવે છે. જેમાં છઠ્ઠા એડીશ્નલ સેશન્સ જજ બી.જે.ગણાત્રાએ રેગ્યુલર જામીન નામંજુર કર્યા હતા.

1) આરોપી તરફે વકીલે જણાવ્યું હતું કે, જયસુખે ભયના માર્યા અડધો કિમી દુર ભાગી ગયા હતા. બનાવનાં આગલા દિવસે તેમને હાથમાં ફ્રેકચર થયુ હતું, જેથી તલવાર વડે હુમલો કરી શકે એવી સ્થિતી નથી.

2) સરકારી વકીલે જણાવ્યુ કે, આરોપીએ મરણ જનારને માથામાં તલવાર મારેલી છે. આરોપીઓ ગુનાહીત માનસ ધરાવે છે. જામીન મળે તો મારામારી કે ધમકી આપે તેવી શક્યતા છે.

3) કોર્ટે જણાવ્યું કે, બનાવના આગલા દિવસે ડાબા હાથમાં ફ્રેકચરની ઇજા થઇ હતી, વાતને માત્ર ધ્યાને લઇ જામીન પર મુક્ત કરવા ન્યાયોચિત નથી. મારી નાંખવાનાં કૃત્યમાં ભુમિકા ભજવી છે.

કેસ દરમિયાન શું દલીલો થઇω ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો