તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢનાં સેંકડો વિદ્યાર્થીઓ રંગોળીમાં પૂર્યા જય હો નાં રંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢનાં સેંકડો વિદ્યાર્થીઓ રંગોળીમાં પૂર્યા જય હો નાં રંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢનાં સેંકડો વિદ્યાર્થીઓ રંગોળીમાં પૂર્યા જય હો નાં રંગ

જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવ અંતર્ગત આજે રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ શાળા-કોલેજોનાં વિદ્યાર્થીઓ અને અન્ય ઓપન વિભાગનાં 400 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં ધો. 4-5, ધો. 6 થી 8, ધો. 9 થી 12 અને કોલેજ એમ 4 કેટેગરીમાં સ્પર્ધા યોજાઇ હતી. ઓપન કેટેગરીનાં લોકોને કોલેજની સાથે ગણવામાં આવ્યા હતા. સ્પર્ધકોએ સમાજને સંદેશો આપતી થીમ પર એક થી એક ચઢિયાતી રંગોળી બનાવી હતી. સ્પર્ધામાં અમુક સ્પર્ધકે તો એકપણ કૃત્રિમ રંગનો ઉપયોગ કરવાને બદલે તમામ ઓરીજીનલ વસ્તુઓનો ઉપયોગ કરીને રંગોળી તૈયાર કરી હતી. સ્પર્ધાનો પ્રારંભ મેયર જીતુ હિરપરા, ધારાસભ્ય જવાહર ચાવડા, પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન સંજય કોરડીયા, કોર્પોરેટરો જી.પી.કાઠી અને કે.ડી. પંડયાં, વેપારી આગેવાન કિશોર ચોટલીયા તેમજ ટીપીઇઓ આર. ડી. પટેલ વગેરેએ કરાવ્યો હતો. સ્પર્ધામાં નિશાબેન નાણાવટી, ઇરફાન સિદ્દીકી, દિપેન જોષી અને રજની અગ્રાવતે નિર્ણાયકો તરીકે સેવાઓ આપી હતી. દિવ્ય ભાસ્કર દૈનિક, રાજરત્ન શેઠશ્રી નાનજી કાલિદાસ મહેતા પરિવાર તેમજ શ્રી શરદભાઇ આડતીયા અને શ્રીમતી સ્મિતાબેન આડતીયા પરિવારનાં સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવમાં વધુને વધુ લોકો જોડાઇ રહ્યા છે. આજની સ્પર્ધામાં જય હો જૂનાગઢ મુક્તિ મહોત્સવની કમિટીનાં રૂપલબેન લખલાણી, શિલ્પાબેન આરદેશણા, મધુબેન કણસાગરા, વીણાબેન પંડ્યા, રેખાબેન વ્યાસ, જયશ્રીબેન ટીલવા, ડો. ચેતનાબેન પાણેરી, દમયંતિબેન રાજપરા, કુમુદબેન ઠાકર, ડો. અંજલિ ભીમજીયાણી, કામાક્ષીબેન ત્રિવેદી, ભાવનાબેન વ્યાસ, જાગુબેન છાયા, નિલમબેન ઠાકર, દિપ્તીબેન માળી, હર્ષ ઠાકર, હિરેન વ્યાસ, વગેરેએ જહેમત ઉઠાવી હતી. તસ્વીર- મહેલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો