તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • જૂનાગઢ શહેર અને ભવનાથ તીર્થ ક્ષેત્રનાં વિવિધ મંદિરો અને ધાર્મિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ શહેર અને ભવનાથ તીર્થ ક્ષેત્રનાં વિવિધ મંદિરો અને ધાર્મિક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૂનાગઢ શહેર અને ભવનાથ તીર્થ ક્ષેત્રનાં વિવિધ મંદિરો અને ધાર્મિક સ્થાનોએ ભાવભેર રીતે ગુરૂપુર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી વિવિધ મંદિરોએ ગુરૂવંદના, મહાઆરતી તો ધાર્મિક જગ્યાઓમાં ભોજન મહાપ્રસાદના કાર્યક્રમો યોજાયા હતા.ભવનાથ ક્ષેત્રમાં વિવિધ મંદિરો તેમજ સાધુ -સંતોનાં આશ્રમો ખાતે આજરોજ ગુરૂપુર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આશ્રમોમાં શિલ્પ સમુદાય દ્વારા ગુરૂવંદનાનો અવસરે સવારથી પુજન અર્ચન સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભવનાથ ક્ષેત્રમાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજીની જગ્યા ખાતે મહંતનાં માર્ગદર્શન હેઠળ વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તો શેરનાથ બાપુનાં આશ્રમ ખાતે પણ સવારથી ગુરૂવંદના, મહાઆરતી, અને ભોજન પ્રસાદનો કાર્યક્રમો યોજાયા હતા. શેરનાથબાપુ ગોરખનાથ આશ્રમ ખાતે 37 જેટલા વિકલાંગ બાળકોએ પણ મુલાકાત લીધી હતી. અને સમુહ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.દરવર્ષની માફક કાશ્મીરી બાપુનાં આશ્રમ ખાતે સવારથી ભક્તોની ભીડ ઉભરાઇ હતી. માત્ર ગુજરાત નહિં પરંતુ આસપાસનાં રાજયોમાંથી પણ ગુરૂપુર્ણિમાના દિવસે કાશ્મીરી બાપુનાં આશ્રમે ભાવિકો દર્શન માટે ઉમટી પડયા હતા. તેમજ ભોજન પ્રસાદ કરી ધન્યતા અનુભવી હતી.જવાહર રોડ સ્થિત ભીડ ભંજન મંદિરે અંબાજી મહંત પૂ. તનસુખગીરીબાપુ સમાધી પુજન અને સમુહ પ્રસાદનાં કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. રામટેકરીના મહંત કિશનદાસજી બાપુ દ્વારા પણ ગુરૂપુજન બાદ ભોજન પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મહંત ઇન્દ્રભારતી બાપુ દ્વારા ગુરૂપુજન, સંતવાણી સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. તો પ્રાચિન વાઘેશ્વરી મંદિર ખાતે સવારે શ્રુંગાર દર્શન, માતાજીનો નવચંડી યજ્ઞ, અને બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપલા દાતાર ખાતે મહંત વિઠ્ઠલબાપુ દ્વારા પૂ.પટેલ બાપુની સમાધીનું પુજન તેમજ ભોજન પ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા.શહેરની સરસ્વતી સ્કુલ ખાતે ગુરૂપુર્ણિમાનાં કાર્યક્રમનો ફલોટ બનાવવામાં આવ્યો હતો અને અનેક વિધાર્થીઓએ ગુરૂની ભુમિકામાં તથા શિલ્પની ભુમિકામાં રહી ઉજવણી કરી હતી. સ્કુલમાં આશ્રમનું વાતાવરણ ઉભુ કરાયું હતું તેમજ જીવનમાં ગુરૂ મહત્વ વિષય પર વકતવ્યો પણ અપાયા હોવાનું સંચાલકો પ્રદિપ ખિમાણી, જગદિશ ખીમાણી, નરેશ ખીમાણી અને રઘુભાઇ ખીમાણીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો