Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બેંકે કોન્ટ્રાકટરનું એટીએમ કાર્ડ બંધ કરતા ગ્રાહક કોર્ટે કર્યો દંડ
જૂનાગઢગ્રાહક તકરાર ફોરમ કોર્ટે શહેરમાં કોન્ટ્રાકટર તરીકે ફરજ બજાવતાને બેંક દ્વારા હેરાન કરવામાં આવતા કોર્ટે દંડ ફટકાર્યો હતો. જેમાં એટીએમ કાર્ડમાંથી પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડ્યા હતા. બેંકને ફરીયાદ કરતા પાક વિમાની લોન લીધી હોવાથી બંધ કર્યુ તેમ જણાવ્યુ હતું.
કેસની હકીકત મુજબ, જૂનાગઢનાં રહેવાસી લાખાભાઇ કાનાભાઇ બાપોદરા કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. તેમણે દિવાન ચોકની અેસબીઆઇ બેંકમાં સેવીંગ ખાતુ ખોલાવ્યુ હતું. ખાતામાં રૂ. 7,474 જમા હોવાથી જરૂરીયાત સમયે એટીએસમાંથી પૈસા ઉપાડવા જતા પૈસા ઉપડ્યા હતા. તેમણે બેંકનો રૂબરૂ સંપર્ક કરી ફરીયાદ કરી તો સામેથી જવાબ આવ્યો કે, તમે પાકવિમાની લોન લીધી છે, રકમ મળશે નહીં. બેંકના ગેરકાયદેસરના કૃત્યનાં કારણે ગ્રાહક સુરક્ષા ફોરમ કોર્ટમાં ફરીયાદ કરી હતી. બેન્કે સેવામાં ખામી દર્શાવી, માનસિક ત્રાસ આપ્યાની માંગણી કરી હતી. વકીલ ભરતભાઇ રાવલ, બી.એમ.મહેતા અને પ્રતિકભાઇ રાવલની દલીલથી કોર્ટનાં જજ એમ.વી.ગોહિલે બેંકના મનઘડત નિયમો ચલાવી લેવાશે નહીં તેવો ચુકાદો આપી બેંકને રૂ. 500 વળતર પેટે અને ખર્ચનાં રૂ. 500નો દંડ ફટકાર્યો હતો.
બેંકે ફરિયાદીને યોગ્ય જવાબ આપતા ગ્રાહક તકરાર ફોરમ કોર્ટે અંગે ચુકાદો આપી ગ્રાહકોને ન્યાય આપ્યો હતો.
કોર્ટે તાત્કાલિક કાર્ડ સેવા શરૂ કરવા હુકમ કર્યો
બેંકદ્વારા પોતાના નિયમો લાદવામાં આવે છે. જે બાબતે કોર્ટે તે બાબતે ચુકાદો આપી ગ્રાહકોને ન્યાય મળે તે હેતુથી તાત્કાલિક કાર્ડ શરૂ કરવા હુકમ કર્યો હતો.
બેંકેઅરજદારને શું જવાબ આપ્યોω ?
બેંકેકાનાભાઇ બાપોદરાને જણાવ્યુ કે, તમે પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકર ગામે પાક વિમાની લોન લીધેલી હોય, જેથી એટીઅેમ કાર્ડમાંથી રકમ મળશે નહીં.