તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૂનાગઢ-વડાલમાં ચક્કાજામ, 306ની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાનાંસમઢિયાળા ગામમાં દલીત યુવાનો પર થયેલા અત્યચારનાં ઘેરા પડઘા પડ્યા છે. રાજયભરમાં સ્થિતી વણસી છે. ત્યારે જૂનાગઢમાં દલીત સંગઠનોએ ચક્કાજામ કર્યો હતો.જેમાં વડાલ અને જૂનાગઢ મધુરમ બાયપાસ પર રસ્તા રોકી ચક્કાજામ કરી દીધો હતો.ચક્કાજામને પગલે પોલીસે 306 દલીતોની અટક કરી હતી.જોકે મધુરમ બાયપાસ ઉપર પ્રથમ વખત ચક્કાજામ બાદ ફરી 30 મિનીટ બાદ ચક્કાજા કરવામાં આવ્યો હતો. તેમજ જૂનાગઢનાં કાળવા ચોકમાં સુત્રોચ્ચાર અને દેખાવ કરી રેલી યોજી હતી. ઘટનાનાં પગલે જૂદા-જૂદા દલીત સંગઠનોએ આવતીકાલે જૂનાગઢ બંધનું એલાન આપ્યુ છે.જેના પગલે શહેરની તમામ શાળા-કોલેજો પણ બંધ રહેશે. જૂનાગઢ જિલ્લામાં એસટી બસમાં તોડફોડની કરી છે. જેના પગલે જૂનાગઢ એસટી ડીવીઝનની તમામ બસ બંધ કરી દેવામાં આવ્યા છે. જૂનાગઢ અને વડાલમાં ચક્કાજામનાં પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં અાવ્યો હતો. બાંટવાનાં દલીત યુવાનો ઝેરી દવા પી જૂનાગઢ સિવીલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા હતા. જેના પગલે પ્રાંત અધિકારી એમ.ડી.સીણોજીયા, ડીવાયઅેસપી એ.વી.ગખ્ખર સહિતનાં પહોચી ગયા હતા. દિવસભર માહોલ તંગદીલી ભર્યો હતો. બાબતે પોલીસે પણ ઠેર-ઠેર જગ્યાએ ચાંપતી નજર રાખી હતી. આજરોજ દલિત સમાજ દ્વારા બંધનું એલાન કરાયું છે.

જૂનાગઢ ડિવીઝનમાં આવતા જૂનાગઢ, કેશોદ, બાંટવા, પોરબંદર, જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર ડેપોની તમામ બસ બંધ કરી દેવામાં આવી છે. વાતારણ થાળે પડ્યા બાદ ફરી શરૂ કરવામાં આવશે.

જૂનાગઢમાં ચક્કાજામ વખતે સમરસતાનું ષડયંત્ર નામની પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ.જેમાં સ્વાધિકાર આંદોલનનાં કાર્યક્રમ આપવામાં આવ્યા હતા.આ પત્રિકા નવસર્જન ગુજારાત, અનુસુચિત જાતી વિભાગ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીનાં પ્રકાશનથી પ્રસિધ્ધ થઇ હતી.

એસટી બંધ રહેતા મુસાફરો રઝળ્યા

ચક્કાજામ વખતે પત્રીકાનું વિતરણ કરાયું

ઊનાના આરોપીને રાજકોટ જેલમાં મોકલાયા

ઊનાથી7 અારોપીને જૂનાગઢ લાવવામાં આવ્યા હતા. જો કે અહીં વહીવટી કારણો અને અગમચેતીના ભાગરૂપે રાજકોટ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. > એ.બી.કંબોડીયા, જૂનાગઢજિલ્લા જેલ અધિક્ષક

દલિત આગેવાનોનાં ફોન આવ્યા હતા

આલ્ફાસ્કુલનાં સંચાલક જી.પી.કાઠીએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ બંધનાં એલાનને લઇ દલીત આગેવાનોનાં ફોન આવ્યા હતા.જેના પગલે શાળા સંચાલકોએ શાળા-કોલેજ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

બંધમાં શાંતીથી જોડાવા અને સહકાર આપવા અપીલ | સૌરાષ્ટ્રદલીત સંગઠનનાં દેવનભાઇ વાણવીએ જણાવ્યુ હતુ કે,જૂનાગઢ બંધમાં દલીત સમાજ ,સૌરાષ્ટ્ર દલીત સંગઠન, યુવા દલીત સેના, બહુજન સમાજ પાર્ટી, દલીત યુવા વિકાસ સંગઠન સહિતનાં દલીત સંગઠનો જોડાશે.તેમજ વાલ્મીકી સમાજ,રીક્ષા એસો., વેપારી એસોસીએશનએ ટેકો આપ્યો છે. જૂદા-જૂદા સંગઠનનાં આગેવનો ધમેન્દ્ર પરમાર, રાજૂ સોંલકી, બાબુભાઇ ચૌહાણ, રવજીભાઇ વાળા, ભરતભાઇ મકવાણા, માલદેભાઇ ચાવડા, ભરતભાઇ બોરીચા, મહોનભાઇ પરમાર, અશ્વિનભાઇ, વિજયભાઇ વાળા સહિતનાં હાજર રહેશે.તેમજ શાળા-કોલેજો પણ બંધ રાખવા સંચાલકોને કહ્યુ છે.અને બંધમાં શાંતી જાળવવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.તેમજ કોઇ દલીત યુવાને આવેશમાં આવી દવા પી નહી તેવી અપીલ છે.

મહિલા સાથે બબાલ થતા રહી ગઇ

જૂનાગઢમધુરમ બાયપાસ પર ચક્કાજામ વખતે એક મહિલા ત્યાંથી પસાર થયા હતા. તેણીએ પરાણે નિકળવાનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે દલીત યુવાનો ઉશકેરાઇ ગયા હતા. જોકે બબાલ થયા તે પહેલા પોલીસે મામલો સંભાળી લીધો હતો. જેને કારણે સહેજમાં રહી જતાં મામલો થાળે પડ્યો હતો.

જૂનાગઢ કાળવા ચોકમાં સુત્રોચ્ચાર કર્યા હતા. જ્યારે મધુરમ બાયપાસ પર ચક્કાજામ કરી દીધો હતો.જેનાં કારણે વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. સ્કુલ બસ પણ જામમાં ફસાઇ ગઇ હતી. તસ્વીર-મેહુલચોટલીયા, મિલાપ અગ્રાવત

સવારે કાળવા ચોકમાં સુત્રોચ્ચાર કર્યા અને મધુરમ બાયપાસ રોડ 1 કલાક જામ રહ્યો

કાળવા ચોકમાં સુત્રોચ્ચાર, રેલી યોજી તંત્રને આવેદન આપ્યું

તમામ શાળા-કોલેજો બંધ રહેશે, જૂનાગઢ એસટી ડીવીઝનની તમામ બસ બંધ

મધુરમ બાયપાસ 30 મિનીટમાં ટોળાએ બે વખત બંધ કરાવ્યો

ઊનાનાં સમઢિયાળા ગામનાં દલિત યુવાનો પર અત્યાચારને લઇ પરિસ્થિતી બેકાબુ, આજે જૂનાગઢ બંધનું એલાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો