તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોડીનાર ડેપોની 3 બસોમાં તોડફોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનારડેપોમાં પાર્ક કરેલી ત્રણ લોકલ બસમાં મોડી રાત્રે ટોળાએ તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને ટોળા પર કાર્યવાહી કરતા ટોળુ વિખરાઇ ગયું હતું.

બનાવની પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તેમજ સમગ્ર ગુજરાતમાં દલિત સમાજનાં આંદોલનને લઇ તોફાનો ફાટી નિકળ્યા છે ત્યારે કોડીનાર ડેપોમાં પણ તોડાફોડની ઘટના બની હતી. ડેપોમાં પાર્ક કરેલી બસો પાસે અચાનક 40 થી 50 લોકોનું ટોળુ આવી ચઢ્યું હતું અને પાર્ક કરેલી ત્રણ બસમાં તોડફોડ કરી હતી. બનાવ અંગે એસટી કંટ્રોલે પોલીસને જાણ કરતા કોડીનાર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ટોળાને વિખેર્યું હતું. ઘટના બાદ એસટીનાં અધિકારીઓ દોડી ગયા હતા. આગળ કોઇ તોડફોડ થાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો