તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 4 બેઠક જીતવા મોદીનાં 4 કાર્ડ : OBC, ખાંડ ફેક્ટરી, માછીમારો અને કેસર કેરી

4 બેઠક જીતવા મોદીનાં 4 કાર્ડ : OBC, ખાંડ ફેક્ટરી, માછીમારો અને કેસર કેરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલિટીકલ રીપોર્ટર| પ્રાંચી, જૂનાગઢ

મોદીએઆજે ગિર-સોમનાથ જિલ્લાની મધ્યે આવેલા પ્રાંચી ખાતે 4 વિધાનસભા બેઠકનાં લોકોને સંબોધ્યા હતા. વિસ્તારમાં મોટાભાગે ઓબીસીનો વર્ગ છે. અહીંનો ગિર પંથકનો મુખ્ય પાક કેસર કેરી અને શેરડી છે. સાથે વેરાવળ, કોડીનાર અને ઉનામાં દરિયા કિનારો હોઇ માછીમારો ઉદ્યોગ પણ મોટો છે.

તમામ પાસાંઓને ધ્યાને લઇને મોદીએ ઓબીસી, કેસર કેરી, ખાંડ ફેક્ટરી અને માછીમારોનાં મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. એટલુંજ નહીં, ઓબીસીને બંધારણીય દરજ્જો આપવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો. ગિર-સોમનાથ જિલ્લામાં ભાજપની ટિકીટ ફાળવણી બાદ કોડીનાર અને ઉના બેઠક પર ભાજપમાં જૂથવાદ સપાટી પર આવી ગયો હતો. અને પાસાંને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા પ્રાંચીમાં રખાઇ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે.

વડાપ્રધાન મોદીનાં ભાષણ વખતે ચારેય બેઠકોનાં ઉમેદવાર કમળ લઈને પહોંચ્યા. તસવીર- મેહુલ ચોટલીયા

ઓબીસીને બંધારણીય દરજ્જો આપીશું : મોદી, દરિયાકાંઠામાં આર્થિક ક્રાંતિ આવશે

અન્ય સમાચારો પણ છે...