તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લામાં કુલ 3444 હેન્ડીકેપ અને બ્લાઇન્ડ મતદારો કરશે મતદાન

જૂનાગઢ જિલ્લામાં કુલ 3444 હેન્ડીકેપ અને બ્લાઇન્ડ મતદારો કરશે મતદાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
9 અને 14 ડિસેમ્બર 2018 એમ બે તબક્કે ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી થવાની છે.

જૂનાગઢ જિલ્લામાં પ્રથમ તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લાની 5 બેઠકોમાં કુલ મતદારો પૈકી 3444 મતદારો એવા છે કે જે ફીઝીકલી હેન્ડીકેપ છે અને કેટલાક બ્લાઇન્ડ છે.

મતદારો પણ મતદાન કરવા ઉત્સુક છે. ભારતીય લોકશાહીને જીવંત રાખવાના પ્રયાસને બિરદાવવા ચૂ઼ંટણી તંત્ર દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. માટે 100 વ્હીલ ચેર , 583 આસિસ્ટન્ટ તેમજ સ્પેશ્યલ ફેસીલીટેશનના 8 કર્મીઓને તૈનાત કરાયા છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા વ્હીલ ચેરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.

વ્હીલ ચેર જે તે બુથ પર જરૂરિયાત મુજબ મોકલી દેવામાં આવશે અને મતદાન પૂર્ણ થયા બાદ પરત કરાશે. જયારે જે લોકો બ્લાઇન્ડ (પ્રજ્ઞાચક્ષુ) છે તેના માટે બ્રેઇલ લીપીનો ઉપયોગ કરવામાં આવશે. આમ, મતદાન કરવા ઇચ્છુક એક પણ મતદાતા મતદાનથી વંચિત રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

હેન્ડીકેપ અને પ્રજ્ઞાચક્ષુ મતદારો મતદા કરી શકે તે માટે જે તે બુથ પર વ્હીલચેર તેમજ બ્રેઇલલીપીનું સાહીત્ય પહોંચતું કરવામાં આવશે. આમ હેન્ડીકેપ અને પ્રજ્ઞાચક્ષુ મતદારોને મતદાનમાં મુશ્કેલ પડે તે માટે વ્યવસ્થા ગોઠવાઇ છે.

બુથ પર વ્હીલચેર, બ્રેઇલલીપી સાહિત્ય પહોંચી જશે

અન્ય સમાચારો પણ છે...