મતદારનાં અાધાર કાર્ડ નંબર ગુપ્ત રખાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચૂંટણીપંચે મતદાર યાદી શુધ્ધિકરણ અને અધિકૃતતા કાર્યક્રમ શરૂ કર્યો છે.તેમજ મતદાર યાદીને આધાર કાર્ડ નંબર સાથે લીન્ક કરવાની કાર્યવાહી થઇ રહી છે. ત્યારે જેમાં મતદાર પાસેથી આધાર કાર્ડની વિગતો માંગવામાં આવી રહી છે.ત્યારે આધાર નંબર આપનાર મતદારનાં નામ કમી કર્યાની ફરીયાદ ઉઠતા અને સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ મતદારનાં આધાર કાર્ડ નંબર ગૃપ્ત રખાવા સુચના આપી છે.તેમજ મતદારે પોતા આધાર કાર્ડની વિગત આપવી ફરજીયા નથી મરજીયાત છે તેમ જણાવ્યુ છે.

ચૂંટણી પંચ દ્વાર મતદાર યાદી શુધ્ધિકરણ અને અધિકૃતતા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અતર્ગત મતદારનાં મતદાર ઓળખ કાર્ડનાં ડેટાને આધાર કાર્ડનાં નંબર સાથે લીન્ક કરવા તથા મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં ભૂલો હોય તો તેને સુધારવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ માટે તા.12 એપ્રિલનાં ખાસ ઝૂંબેશ હાથ ધરીને મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર હાજર રહીને મતદારની વિગતો મેળવી હતી. તેમજ મતદાર યાદીને અધિકૃત કરવા માટે ચૂંટણી ઓળખકાર્ડની વિગતોને આધાર કાર્ડનાં નંબર સાથે લીન્ક કરવાની કાર્યવાહી અંતર્ગત દરેક મતદાર પાસેથી ફરજીયાત પણે આધાર કાર્ડની વિગતો માંગવામાં આવતી હતી. જે મતદાર આધાર કાર્ડની વિગતો રજૂ કરતા તેવા કિસ્સામાં બીએલઓ મતદાર યાદીમાંથી નામ કમી કરવામાં આવ્યા હોવાની ચૂંટણી પંચને ફરીયાદો મળી હતી. બાદ ચૂંણી પંચે જણાવ્યુ હતુ કે,મતદાર ઓળખ કાર્ડની વિગતોને અાધાર કાર્ડ નંબર સાથે લીન્ક કરવાનો મુખ્ય હેતુ મતદાર યાદીની વિગતોને અધિકૃત કરવાનો છે. મતદારે આધાર કાર્ડની વિગતો રજૂ કરવાની બાબત મરજીયાત છે. મતદાર પાસેથી ફરજીયાત પણ આધાર કાર્ડની વિગતો મેળવવાની રહેતી નથી.જો કોઇ મતદાર આધાર કાર્ડની વિગતો રજૂ કરવા તૈયાર હોય તેવા કિસ્સામાં તેમના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે કોઇ કાર્યવાહી કરવાની થતી નથી.વધુમાં મતદાર તરફથી પુરા પાડવામાં આવેલા આધાર કાર્ડની વિગતો અત્યંત ગુપ્ત રાખવામાં આવશે.

મતદાર યાદીને આધાર નંબર સાથે લીન્ક કરવાની કાર્યવાહી થઇ રહી છે : આધાર આપતા લોકો અચકાતા ચૂંટણીપંચનો નિર્ણય

જિલ્લા ચૂંટણીઅધિકારી એન.એફ. ચૌધરીએ જણાવ્યુ હતુ કે, સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મુજબ ચૂંટણી પંચએ નિર્ણય કર્યો છે. તેમા આધારકાર્ડની વિગતો આપવી મજરીયાત કરાઇ છે. વિગતો અત્યંત ગુપ્ત રાખવામાં આવશે. પરંતુ લોકોનો સહકાર મળી રહે તે જરૂરી છે.

જે મતદારેઆધાર નંબર આપ્યો છે.તે મતદાર યાદીમાં પ્રદર્શિત કરવામાં આવશે નહી.તેમજ ચૂંટણી પંચની અધિકૃત વેબસાઇટ અથવા જેના પર કોઇ પણ વ્યકિત લોગઇન થઇ શકે તેવી કોઇ પણ વેબસાઇટ પર પણ મુકવામામાં આવશે નહી.

મતદાર યાદીમાં પણ આધાર નંબર પ્રદર્શિત નહી થાય

શું કહે છે જિલ્લા ચૂંટણી અધિકારી ?

અન્ય સમાચારો પણ છે...