વેરાવળમાં RTO શરૂ થયા છતા જૂનાગઢ ધક્કા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢઆરટીઓ બી.કે. પરાજિયાઅે કહ્યુ હતુ કે, બન્ને કચેરીનું વિભાજન થઇ ગયુ છે. પરંતુ વેરાવળમાં સર્વરની તકલીફ હોવાનાં કારણે લાયસન્સ કાઢવામાં તકલીફ પડી રહી છે. લોકો મુશ્કેલી પડે તે માટે હાલ અહીં લાયસન્સ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લાનાં વિભાજન બાદ જૂનાગઢ આરટીઓનું પણ વિભાજન કરવામાં આવ્યુ છે. વેરાવળમાં આરટીઓ કચેરી કાર્યરત થયા બાદ પણ ગિર-સોમનાથ જિલ્લાનાં અરજદારોને જૂનાગઢ આરટીઓમાં ધક્કા ખાવા પડી રહી છે. જેને લઇ અરજદારોમાં રોષ ફેલાયો છે. ગિર-સોમનાથ આરટીઓની કચેરીનું સંપૂર્ણ કરી તે કાર્યરત કરવાની માંગ ઉઠી છે.
અન્ય સમાચારો પણ છે...