• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢનાં પત્રાપસરનાં સરપંચે તલાટીમંત્રી સાથે કર્યુ બિભત્સ વર્તન

જૂનાગઢનાં પત્રાપસરનાં સરપંચે તલાટીમંત્રી સાથે કર્યુ બિભત્સ વર્તન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંપ્રતાપસર ગામમાં વાસમો યોજનાની કામગીરી થઇ રહી છે. જેના ટેન્ડરની કોપી મહિલા તલાટીમંત્રીએ સરપંચને સહી કરવા આપી હતી. સરપંચે ત્રણ કોપીમાંથી બે કોપી પાછી આપી હતી. તલાટીમંત્રી ત્રીજી કોપી માંગતા સરપંચે તલાટીમંત્રી સાથે બિભત્સ વર્તન કરી મારી નાંખવાની ધમકી આપતા તલાટી મંત્રીએ સરપંચ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પ્રતાપસર ગામમાં વાસ્મો યોજનાના કામ અંગેનાં ટેન્ડર ફોર્મની ત્રણ કોમી મહિલા તલાટીએ સરપંચને સહી કરવા અાપી હતી. તલાટીમંત્રી રાધિકાબેન જે. કાલરીયાએ સરપંચ દામજી ગોવિંદભાઇ દોંગા પાસેથી ટેન્ડર ફોર્મની એક કોપી મળી નથી જે પાછી આપવાનું જણાવતા સરપંચ ઉશ્કેરાઇ ગયા હતા અને મોબાઇલ પર રાધીકાબેનને બિભત્સ ગાળો આપી હતી અને ઘેર જઇ રાધિકાબેનને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે તલાટીમંત્રીએ સરપંચ સામે સરકારી કામમાં રૂકાવટ લાવવા તેમજ બિભત્સ ગાળો આપી ધમકી આપ્યાની ફરિયાદ જૂનાગઢ તાલુકામાં નોંધાવી હતી. બનાવની તપાસ પીએસઆઇ ગઢવી કરી રહયાં છે. પ્રકરણને લઇ ગામમાં ભારે ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...