• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • છોડવડીમાં ચેન લૂંટનાર અને પોલીસ પર ફાયરીંગ કરનાર જુદા

છોડવડીમાં ચેન લૂંટનાર અને પોલીસ પર ફાયરીંગ કરનાર જુદા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણતાલુકાનાં છોડવડી ગામે ગઇકાલે મહિલાનાં ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કર્યા બાદ પોલીસ પર ફાયરીંગની ઘટના પણ બની હતી. જોકે, અા બંને ઘટનાઓ જુદી હોવાનું અને તેના આરોપીઓ પણ જુદા હોવાનું ઘાયલ થયેલા પોલીસ મેન તેમજ પેટ્રોલિંગમાં રહેલા પોલીસમેનની કેફિયતમાં સ્પષ્ટ થયું છે.

ગઇકાલે છોડવડી ગામે મહિલાનાં ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપ કરી 3 શખ્સો હીટાચી બાઇક પણ નાસ્યા હોવાની બાતમી મળતાં ભેંસાણ પોલીસનાં કોન્સટેબલોએ નાકાબંધી કરી બાઇક ચાલકોની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન છોડવડીની સીમ પાસેથી એક બાઇક આવતી હતી. જેના પર જૂનાગઢ જેલમાંથી પેરોલ પર ફરાર થયેલો કુખ્યાત શખ્સ જુસબ અલ્લારખા ગામેતી સવાર હતો. જુસબે માન્યું કે, પોલીસે પોતાને પકડવા જાળ બિછાવી છે. આથી તેણે પોલીસ પર 4 રાઉન્ડ ફાયર કર્યા હતા. જેમાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. વખતે બાઇક પર જુસબ એકજ હોવાનું અને તે હિટાચી બાઇક પર હોવાનું પોલીસે આપેલી કેફિયતમાં જણાયું છે. દરમ્યાન ભેંસાણનાં પોલીસકર્મી મહેન્દ્રભાઇ મેરામભાઇ વાળા જુસબ સામે હત્યાની કોશીષની ફરિયાદ નોંધાવી છે. દરમ્યાન જેમનો ચેઇન ગયો વર્ષાબેન કલ્પેશભાઇ માલવીયા પોતાનો ચેઇન ઝૂંટવી લઇને નાસેલા શખ્સોની સંખ્યા 3 ની દર્શાવી છે. અને તેઓ હીટાચી બાઇક પણ નાસ્યાનું પણ જણાવ્યું છે. આમ ગઇકાલની ઘટનામાં અારોપીઓ જુદા હોવાની વાત બહાર આવી છે. જોકે, બંનેમાંથી એકેય ગુનાનાં આરોપીઓ હજુ પકડાયા નથી.

અન્ય સમાચારો પણ છે...