• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • બહુમાળી ભવનમાં આવેલ 15 કચેરીના લેટર બોક્ષ કંડમ હાલતમાં

બહુમાળી ભવનમાં આવેલ 15 કચેરીના લેટર બોક્ષ કંડમ હાલતમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના બહુમાળી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવામાં આવેલ લેટર બોક્ષ અત્યંત કંડમ હાલતમાં જોવા મળી રહ્યા છે. કુલ 15 લેટર બોક્ષ પૈકી 10 લેટર બોક્ષ ખુલ્લા જ જોવા મળે છે જ્યારે બાકીના 5ના દરવાજા જ તૂટી ગયેલા છે. ત્યારે આ લેટર બોક્ષ માત્ર જગ્યા રોકવા સિવાય કોઇ ખપના નથી રહ્યા. સામાન્ય રીતે બહુમઝલા કચેરીઓમાં અનેક કચેરીઓ બીજા, ત્રીજા , ચોથા માળે આવેલી હોય છે ત્યારે ત્યાં અનેક પ્રકારની સરકારી ટપાલો, કુરિયર્સ આવતા હોય છે. ટપાલ કર્મીઅો અને કુરિયર્સ દેવા આવતા કર્મીઅોને ત્રણ, ચાર માળ ચડવા ન પડે તે માટે ગ્રાઉન્ડ ફલોરમાં જ લેટર બોક્ષ રાખવામાં આવતા હોય છે. જૂનાગઢના સરદાર બાગ પાસે પણ આવેલા બહુમાળી ભવનમાં અનેક કચેરીઓ આવેલી છે. ત્યાં પણ ગ્રાઉન્ડ ફલોરમાં જ લેટર બોક્ષ રાખવામાં આવ્યા છે. જોકે આવા 15 લેટર બોક્ષમાંથી 10 લેટર બોક્ષ એવા છે કે જેના દરવાજા હંમેશા ખુલ્લા જ રહે છે. જયારે બાકીના 5ના દરવાજા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આટલી ઓફિસના અધિકારીઓને આ લેટર બોક્ષની દુર્દશા નજરે નહિ પડતી હોય ω તેવો સવાલ અનેક લોકોમાં ઉઠી રહ્યો છે. ત્યારે જવાબદાર અધિકારી આ લેટર બોક્ષ યોગ્ય અથવા તેની ઉપયોગીતા ન હોય તો તેને દૂર કરાવે તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...