ટેકનિકલ ઇજનેરોની મદદથી બનશે જોષીપરા ઓવરબ્રિજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના જોષીપરાના પ્રજાજનો માટે શિરદર્દ સમાન બનેલ રેલવે ફાટક ખાતે ઓવર બ્રિજ બનાવવા સરકારે બજેટમાં 20 કરોડની ફાળવણી કરી છે.ઓવર બ્રિજ બનતા લોકોની વર્ષો જૂની સમસ્યાથી લોકોને છૂટકારો મળશે તેમ સ્થાનિક કોર્પોરેટરો હરેશ પરસાણા, ભરત કારેણા, કવિતાબેન મહેતા,ગોપાલ રાખોલીયા,યોગેશ પાનસુરીયા,જયાબેન ઝાલા, પ્રવિણ વાઘેલાએ જણાવ્યું હતું. કોર્પોરેટર હરેશ પરસાણાના જણાવ્યા મુજબ દોઢ વર્ષ પહેલા ઓવર બ્રિજ માટે ટેકનીકલ સર્વે કરવામાં આવ્યો હતો. 30 કરોડનો ખર્ચના અંદાજ સામે રાજ્ય સરકારે 20 કરોડ ફાળવ્યા છે, બાકીના બીજા તબક્કામાં મેળવાશે.

અન્ય સમાચારો પણ છે...