ભવનાથથી મજેવડી દરવાજા સુધીની મેરેથોન દોડ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢ લોટસ સ્પોર્ટસ દ્વારા તા.25 ફેબ્રુઆરીના મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાની શરૂઆત ભાઇઓ માટે ભવનાથથી મજેવડી દરવાજા અને મજેવડી દરવાજાથી પરત ભવનાથ એમ કુલ 10 કિમીની તેમજ બહેનો અને સબજુનીયર માટે ભવનાથથી ખાખ ચોક અને ત્યાંથી પરત ભવનાથ એમ 3 કિમીની રહેશે. આ સ્પર્ધામાં 160થી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે. તેમજ આ સ્પર્ધામાં આવનારી લોકરક્ષકની ભરતીને ધ્યાનમાં લઇ તેમના ટાઇમીંગ સહિત માહિતી તથા માર્ગદર્શન્ આપવામાં આવશે. આ સ્પર્ધામાં મેડલ તથા સર્ટીફિકેટ ,વિજેતાઓને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...