• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • વાડો કાઇ કરાટે ડો એકેડમી છાત્રાઓને રાઇફલ શૂટિંગનું ડેમોસ્ટ્રેશન

વાડો-કાઇ કરાટે ડો એકેડમી છાત્રાઓને રાઇફલ શૂટિંગનું ડેમોસ્ટ્રેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ| જૂનાગઢની વાડો-કાઇ કરાટે ડો એકેડમી અને પ્રતિભા એકેડમી દ્વારા સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કસ્તુરબા ગાંધી બાલીકા વિદ્યાલયના વિદ્યાર્થીઆે માટે કરાટે, રાઇફલ શુટીંગ અને તિરંદાજીનાં નેશનલ લેવલનાં ઇક્વીપમેન્ટનાં ડેમોસ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડિસ્ટ્રીક્ટ ડાયરેક્ટર હિરેન ખુંટી દ્વારા 10 મીટર એર રાઇફલ ઇવેન્ટ તેમજ 50 મીટર તિરંદાજી ઇવેન્ટમાં રીકર્વ બોનાં ઉપયોગની તાલીમ અાપી હતી. તેમજ છાત્રોને ખેલમહાકુંભ, ખેલો ઇન્ડીયા અને એસોસીએશનની વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેવાથી થતાં લાભ વિશે માહિતગાર કર્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...