જૂનાગઢમાં બાઈક ચોરો ફરી સક્રિય, બે બાઈકની ઉઠાંતરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના બાલાજી પાર્ક સોસાયટી માં રહેતા જયેશભાઈ રામભાઈ વણકરે પોતાનુ રૂ. 25,000 હજારની કિંમતનુ બાઈક જીજે 18 એએલ 7955 બસ સ્ટેન્ડના પાર્કીંગમાં પાર્ક કરેલુ હતું. જે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. આ અંગે જયેશભાઈએ પોલીસમાં ફરીયાદનોંધાવી છે. બાઈક ચોરીના અન્ય બનાવમાં જૂનાગઢના ટીંબાવાડીમાં ગોલ્ડન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા કેશુરભાઈ અરજણભાઈ બારીયા એ પોતાનું કીંમત રૂ. 35,000 હજારનુ બાઈક જીજે 11 એઆર 1133 પોતાના એપાર્ટમેન્ટના પાર્કીંગમાં પાર્ક કર્યુ હતું. જે કોઈ અજાણ્યો શખ્સ ઉઠાવી ગયો હતો. આ અંગેે કેશુરભાઈએ પોલીસમા ફરીયાદ નોંધાવી છે. આ બંને બનાવમાં પોલીસે ફરીયાદ નોંધી બાઈક ચોરને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...