તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિપેરીંગ થતા બીજા દિવસે પણ બે માળમાં અંધાર પટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાદોલતપરા વિસ્તારમાં આવેલ એક રહેણાંક એપાર્ટમેન્ટમાં શોટ સર્કિટના કારણે આગ લાગતા અનેક વિજ મિટરો બળીને ખાખ થઇ ગયા હતા. જોકે બનાવના બે દિવસ પછી પણ અમુક મિટર રિપેરીંગ થતા બે માળમાં અંધારપટ છવાયો હતો. અંગે જાણકારી આપતા સ્થાનિક રહેવાસી શિતલબેન આસલપરાએ જણાવ્યું હતું કે દોલતપરામાં ઇન્દ્રેશ્વર રોડ પર વેદાન્ત એપાર્ટમેન્ટ આવેલું છે. એપાર્ટમેન્ટના વિજ મિટરમાં મંગળવારે અચાનક આગ લાગી હતી. શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન થઇ રહ્યું છે. આગના કારણે અનેક વિજ મિટર બળી ગયા હતા. પીજીવીસીએલ દ્વારા કેટલાક મિટરનું રિપેરીંગ કરવામાં આવ્યું છે જેથી અંશત: વીજ પુરવઠો પૂર્વવત થયો છે. જોકે પહેલા અને બીજા માળને બાદ કરતા ત્રીજા અને ચોથા માળે હજુ સુધી વિજ પુરવઠો પહોંચ્યો નથી. પરિણામે બન્ને માળે હજુ અંધારપટ છવાયો છે. સૌથી વધુ મુશ્કેલીતો છે કે પાણીની મોટર પણ શરૂ થતી નથી અને લીફટ પણ બંધ છે. ત્યારે મામલે પીજીવીસીએલ તંત્ર સત્વરે રિપેરીંગ પૂર્ણ કરે તેવી સ્થાનિક રહેવાસીઓએ માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...