જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ ઓવરફ્લો
ગિરનારજંગલમાં રવિવારનાં પડેલા અનરાધાર વરસાદનાં પગલે નદીઓમાં ઘોડા પુર આવ્યા હતા. દાતાર પર્વનની તળેટીમાં આવેલો વીલીંગ્ડન ડેમ એક રાતમાં ઓવરફ્લો થઇ ગયો હતો.
વીલીંગ્ડન ડેમ ખાલી હોય અને એક રાતમાં ઓવરફ્લો થયાની પ્રથમ ઘટના છે. વીલીંગ્ડન ડેમમાં 12 કલાકમાં 24 ફુટ પાણીની આવક થઇ છે. જયારે હસ્નાપુર ડેમમાં 4 ફુટ નવા નીરની આવક થઇ છે. હવે હસ્નાપુર ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 8 ફુટ બાકી છે.
જયારે શહેરની મધ્યે આવેલુ નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. અંગે વોટર વર્કસ શાખાનાં ઇજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યુ હતુ કે, વીલીંગ્ડ ડેમની સપાટી 44 ફુટની છે. જેમાંથી રવિવારનાં 20 ફુટ પાણી હતુ. રાત્રીનાં 24 ફુટ પાણીની આવક સાથે ઓવરફ્લો થયો છે. જે ડેમ ખાલી હોય અને એક રાતમાં ઓવરફ્લો થયો તે પ્રથમ ઘટના છે.
વિલીગ્ડન ડેમ ઓવરફ્લો થતા જૂનાગઢ વાસીઓ ફરવા માટે પહોંચી ગયા હતા. સાંજના સમયે તો ડેમ પર ભારે ભીડ જોવા મળી હતી.
વીલીંગ્ડન ડેમ ઓવરફ્લો થતા મનપા કમિશ્નર રાજેન્દ્ર ત્રિવેદી, સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન સંજય કોરડિયા, શાસક પક્ષનાં નેતા શૈલેષ દવે, અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ, આસી.કમિશ્નર જયેશ વાજા,ભાવેશ વેકરિયા સહિતનાં અધિકારીઓ, પદાધિકારીઓ પહોચી ગયા હતા. નવા નીરનાં વધામણા કર્યા હતા.
નવા નીરનાં વધામણા કર્યા