• Gujarati News
  • ST અને તળાવ દરવાજા વિસ્તારમાં હક્ક ચોકસી પૂર્ણ

ST અને તળાવ દરવાજા વિસ્તારમાં હક્ક ચોકસી પૂર્ણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંએસટી આસપાસ અને તળાવ દરવાજા વિસ્તારમાં હક્ક ચોકસીની કામગીરી કરવામાં આવી છે.કુલ સીટી સર્વે 1 થી 4096 સુધીની હકક ચોકસી કરી માલિકી હક્કો કાયમ કરેલા છે. હક્ક ચોકસી કર્યા બાદ હક્ક પ્રાપ્ત કરનાર મિલકત ધારકને ધારણ કરનાર તરીકે ઠરાવવામાં આવ્યા છે. જેની જાણ નોટીસ નમુના નંબર સીથી કરવામં આવી છે. જેના ઉપરથી સીટી સર્વેનું નવુ રેકર્ડ તૈયાર કરવામાં આવી છે. તૈયાર થયેલા રેકર્ડનાં માલિકી હક સામે જે કોઇ મિલકત ધારકને વાંધા કે તકરાર હોય તેમણે નોટીસ પ્રસિધ્ધ થયાનાં 30 દિવસમાં લેખીતમાં વાંધા અરજી જરૂરી આધાર પુરાવા સાથે હક્ક ચોકસી અધિકારી સીટી સર્વે - 1 કચેરી જૂની આયુર્વેદ કોલેજ બિલ્ડીંગમાં પહોચતી કરવાની રહેશે.નિયત કરેલા સમયમાં કોઇ ઇસમો તરફથી વાંધા રજૂ નહી થાય તો તૈયાર કરેલા રેકર્ડને આખરી ગણી પ્રમોગેશન માન્ય રાખવામાં આવશે. તેમજ સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકર્ડઝ ડાભીએ જણાવ્યુ હતુ.