માટીનાં પરિવહન સમયે ખેડૂતોને હેરાનગતિ
એકસપ્તાહ પહેલા સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદનાં કારણે ખેતીની જમીનનું ધોવાણ થયુ છે. હાલ ખેડૂતો જમીનમાં માટી નાંખી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તેને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ ગુજરાત ખેડૂત સમાજે કર્યો છે.
જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ જિલ્લામાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયુ છે. ખેતીની જમીન પણ ધોવાઇ ગઇ છે. ત્યારે ખેડૂતો જમીનનું લેવલ કરવા માટે નહી, ચેકડેમ, તળાવ, સરકારી ખરાબાની જમીનમાંથી માટી ભરી રહ્યા છે અને માટી જમીનમાં નાંખી રહ્યા છે. સરકારે પણ અંગે છૂટ આપી છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા છે. માટી ભરેલા ટ્રેકટર રોકી દંડ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જમીન લેવલ કરવા થતી હેરાનગતી દૂર કરવામાં આવે તેવી ખેડુત સમાજનાં પ્રમુખ અશોક પનારાએ માંગ કરી છે.