• Gujarati News
  • શહેરની 20 સંસ્થાની 3000 ગાયને 7000 લાડુનું કાર્યકરો કરશે વિતરણ

શહેરની 20 સંસ્થાની 3000 ગાયને 7000 લાડુનું કાર્યકરો કરશે વિતરણ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢમોટી હવેલી સંચાલિત વાડલાફાટક વલ્લભ ગૌશાળામાં અધિક માસ નિમીત્તે ગાયને લાડુ વિતરણ કરવામાં આવશે. તા. 8 નાં શહેરની 20 સંસ્થાની 3000 જેટલી ગાયને 7000 લાડુ અપાશે. ચાર ગામનાં લોકો તા.7 થી લાડુ બનાવવાનું શરૂ કરી દેશે.

પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે શહેરમાં અધિક માસને લઇને અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢ મોટી હવેલીનાં ગૌસ્વામી કિશોરચંદ્રજીનાં માર્ગદર્શનમાં શહેરમાં ગાયને લાડુ વિતરણ કરવામાં આવશે. તા.8 જૂલાઇનાં વાડલાફાટક પાસે આવેલી વલ્લ્ભ ગૌશાળા ખાતેથી શહેરની 20 સંસ્થાની 3000 ગાયને લાડુ આપવામાં આવશે. તેના માટે 7000 જેટલા લાડુ બનાવવામાં આવનાર છે. આતીકાલથી વાડલા, જેતલસર, જુથડ, લુણસરનાં સ્વયંસેવક ભાઇઓ અને બહેનો લાડવા બનાવશે. તા.8 નાં કિશોરચંદ્રજી મહારાજ પુજન કરી દરેક ગૌશાળાનાં પ્રતિનિધીને લાડુ અર્પણ કરશે. તકે પિયુષકુમારજી તેમજ ગૌશાળાનાં પ્રતિનિધીઓ હાજર રહેશે.