• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અન્ડર 19માં ઝોન કક્ષાએ પ્રથમ વખત જૂનાગઢનાે ખેલાડી સિલેક્ટ

અન્ડર -19માં ઝોન કક્ષાએ પ્રથમ વખત જૂનાગઢનાે ખેલાડી સિલેક્ટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંક્રિકેટ જયોર્તિર પુરોહિતની બી.સી.એ.આઇ. દ્વારા અાયોજીત ઇન્ટર ઝોનલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 2015-16ની વેસ્ટઝોન અન્ડર-19 ટીમમાં પસંદગી થઇ છે. ખેલાડી ઝોનલ કક્ષાએ પસંદગી પામનાર જૂનાગઢનો પ્રથમ ખેલાડી છે.

જૂનાગઢના ક્રિકેટર જયોર્તિર પુરોહિતની પસંદગી વેસ્ટઝોન અન્ડર-19 ટીમમાં થઇ છે. જે બી.સી.સી.આઇ દ્વારા ઇન્ટર ઝોનલ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2015-16માં રમશે.

તાજેતરમાં કુચ બિહાર ક્રિકેટ ટૂર્નામેન્ટ અન્ડર-19, 2014-15માં જૂનાગઢ જિલ્લાનાં સૌરાષ્ટ્રની ટીમમાંથી ક્રિકેટર જયોર્તિર પુરોહિત રમતો ત્યારે પાંચ મેચમાં 400થી વધુ રન તેમજ ચાર ક્રિકેટ ઝડપી ઓલરાઉન્ડનું પ્રદર્શન કર્યુ હતું. સુંદર દેખાવ બદલ બી.સી.સી.આઇ.સી. વડોદરા ખાતે આયોજીત ઝોનલ ક્રિકેટ એકેડેમીક ટ્રેનિંગ કેમ્પમાં પસંદગી થઇ છે.

જયોર્તિર પુરોહિતને પોતાની સિદ્ધિ બદલ ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન જૂનાગઢ તરફથી બેટ આપી સન્માન કર્યુ હતું અને ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોસીએશન પ્રેસીડેન્ટ પાર્થભાઇ કોટેચા, વાઇસ પ્રેસીડેન્ટ પાર્થભાઇ ધુલેશીયા તથા કોચ અને માર્ગદર્શક રાજુભાઇ ચુડાસમા, પ્રશાંતભાઇ દેસાઇ, ગૌતમભાઇ બાબરીયા અને કોલેજનાં પ્રિન્સીપાલ તથા સમગ્ર સ્ટાફે અભિનંદન પાઠવી મૈસુરની મેચમાં સુંદર પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમ પાર્થ કોટેચાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...