તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દુ -મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા સ્થાનક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આભુષણોની ચંદન વિધી, દિપમાલા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો

જૂનાગઢના ઉપલા દાતાર ખાતે આજથી 4 દિવસીય ઉર્ષનો પ્રારંભ

જૂનાગઢનાગરવા ગિરનારની પર્વત માળામાં આવેલ હિન્દુ - મુસ્લિમ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર ખાતે બુધવારથી ચાર દિવસીય ઉર્ષનો પ્રારંભ થઇ રહ્યો છે. ચાર દિવસીય ઉર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે. જેમાં 29 નવેમ્બર, બુધવાર રાત્રીના દાતાર બાપુના આભુષણોની ચંદન વિધી કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે દાતાર બાપુના આભુષણો વર્ષમાં માત્ર અેક વખત બહાર કાઢવામાં આવે છે જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભકતો ઉમટી પડે છે. તા. 30 નવેમ્બર આરામનો દિવસ હોય છે.

1 ડિસેમ્બર શુક્રવારે રાત્રીના મહેંદી દિપમાલાનો કાર્યક્રમ થશે જેનાથી દાતારની ટેકરી ઝળહળી ઉઠશે. જયારે ઉર્ષના અંતિમ દિવસ એટલેકે 2 ડિસેમ્બર, શનિવારે રાત્રીના ધૂપ, લોબાન સાથે ઉર્ષની પુર્ણાહૂતી કરવામાં આવશે.હાલ ઉપલા દાતારની જગ્યામાં મહંત તરીકે વિઠ્ઠલબાપુ કાર્યભાર સંભાળે છે જેના માર્ગદર્શનમાં ચાર દિવસીય ઉર્ષ ઉજવવામાં આવશે. તકે તમામ ભકતોને પધારવા મહંત વિઠ્ઠલ બાપુ તેમજ લઘુ મહંત ભીમબાપુએ નિમંત્રણ પાઠવેલ છે.

અન્ય સમાચારો પણ છે...