તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કારે બાઇકને હડફેટે લેતાં દંપતી ઇજાગ્રસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાંગણેશનગરમાં રહેતા હર્ષદભાઇ હરીભાઇ ઘુટલા (ઉ. 57, રે. ગિરનાર દરવાજા, ગણેશનગર) પોતાનાં પત્ની સાથે ગઇકાલે સાંજે 6:30 વાગ્યાનાં અરસામાં પોતાની બાઇક પર ખડીયા પાસેથી પસાર થઇ રહ્યા હતા. વખતે પાછળથી એક સફેદ કલરની કારનાં ચાલકે તેમની બાઇકને હડફેટે લીધી હતી. અકસ્માતમાં બંને પતિ-પત્નીને ઇજા પહોંચી હતી. હર્ષદભાઇએ નાસી છૂટેલા કાર ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સટેબલ કે. બી. ડોબરીયા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...