તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં સૌથી વધુ વાવેતર કેશોદમાં, સૌથી ઓછું ભેંસાણમાં

જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં સૌથી વધુ વાવેતર કેશોદમાં, સૌથી ઓછું ભેંસાણમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ વાવણી કાર્ય જારી: 15 ડિસેમ્બર બાદ ચિત્ર વધુ સ્પષ્ટ થશે

જૂનાગઢજિલ્લાના 9 તાલુકાઓમાં શિયાળુ પાકના વાવેતરની મૌસમ પુર બહારમાં ખીલી છે. ખેડૂતો રવિ પાકના વાવણી કામમાં પરોવાયા છે. વખતે વરસાદ સારો થતા શિયાળુ પાકનું ઉત્પાદન સારૂ થવાનું ખેડૂતોમાં અનુમાન થઇ રહ્યું છે. હાલ મોટાભાગના ખેડૂતો ઘઉં, બાજરી,જૂવાર જેવા ધાન્ય પાકો તેમજ ચણા, મગ જેવા કઠોળના પાકનું વાવેતર કરી રહ્યા છે. ઉપરાંત શાકભાજી અને ઘાંસચારાનું પણ વાવેતર થઇ રહ્યું છે. જોકે 9 જીલ્લામાં સૌથી વધુ શિયાળુ પાકનું વાવેતર કેશોદ તાલુકામાં થયું છે જયારે સૌથી ઓછું વાવેતર ભેંસાણ તાલુકામાં થયું છે. કુલ 117247 હેકટરમાં વાવેતર થયું છે. જોકે છેલ્લા 3 વર્ષના વાવેતરની સરખામણી કરતા વાવેતર ઓછું જણાય રહ્યું છે. છેલ્લા 3 વર્ષનું સરેરાશ વાવેતર 126005 હેકટર રહેવા પામ્યું છે. જોકે હજુ વાવણી કાર્ય જારી છે પરિણામે 15 ડિસેમ્બર પછી ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

કયા કયા રવિ પાકનું વાવેતર થયું

બાજરી,જુવાર, ચણા, મગ, અન્ય કઠોળ, દિવેલા, જીરૂ, મેથી, ધાણા, ડુંગળી, લસણ, ઇસબગુલ વગેરે રવિ પાકના વાવેતર થઇ રહ્યા છે.

શેરડીનું વાવેતર શા માટે સૌથી ઓછું

કુલવાવેતરમાં શેરડીનું વાવેતર માત્ર 125 હેકટરમાં થયું છે. માટે એકતો શેરડી બાર માસનો પાક છે એટલે આટલા સમય માટે ખેતર અને નાણાં રોકાયેલા રહે છે. વળી શેરડીના પાકને પાણી વધુ જોઇએ માટે તાલાળા અને કોડીનાર પંથકમાં તેનું વાવેતર વધુ થાય છે.

જિલ્લાના 9 તાલુકામાં કોણ કેટલામાં ક્રમે

કુલ117247 હેકટરમાં થયેલ વાવેતર પૈકી 29995 હેકટર સાથે કેશોદ પ્રથમ ક્રમે, 23251 હેકટર સાથે માળીયા બીજા ક્રમે, 20623 હેકટર સાથે માંગરોળ ત્રીજા ક્રમે, 13588 હેકટર સાથે વંથલી ચોથા ક્રમે,9445 હેકટર સાથે જૂનાગઢ પાંચમા ક્રમે,8090 હેકટર સાથે મેંદરડા છઠ્ઠા ક્રમે, 5895 હેકટર સાથે વિસાવદર સાતમાં ક્રમે, 5710 હેકટર સાથે માણાવદર આઠમા ક્રમે અને 650 હેકટર સાથે ભેંસાણ નવમા ક્રમે રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...