તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

50 પરિવારોને ત્યાં દોઢ વર્ષથી આવે છે દુષિત પાણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલ્વે સ્ટેશન રોડ નજીક પાણીની મોકાણ

જૂનાગઢનારેલ્વે સ્ટેશન રોડ સામે આવેલ 50 જેટલા પરિવારોને ત્યાં છેલ્લા દોઢ વર્ષથી દુષિત પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. અંગે સ્થાનિક રહેવાસીઅોના જણાવ્યા મુજબ વિસ્તારમાં આવતી પીવાના પાણીની લાઇન ગટરમાંથી પસાર થાય છે. લોખંડની પાઇપ લાઇન સડી જતા ગટરનું પાણી પાઇપ લાઇનમાં ભળે છે જેના કારણે દુષિત પાણી આવે છે. પાણી વિતરણના 30 મિનીટના સમયમાં 20 મિનીટતો એવું પાણી આવે છે કે ઘરમાં માથું ફાટી જાય તેવી દુર્ગન્ધ પ્રસરી જાય છે. 20 મિનીટ બાદ ગટરનો કદડો નિકળી ગયા બાદ થોડું ઓછું ડહોળું પાણી આવે છે જેને કલોરીનની ટીકડી વગેરે દ્વારા થોડું શુદ્ધ કરી પીવામાં લેવાય છે. જોકે સમસ્યા આજ કાલની નથી પરંતુ છેલ્લા દોઢ વર્ષથી છે !

શું કહે છે મનપા તંત્ર ?

નવીલાઇન નાંખવામાં આવશે. હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે મનપાના બોરમાં સબમર્સીબલ પમ્પ ઉતારી તેના દ્વારા પાણી વિતરણ કરવામાં આવે છે. આચાર સંહિતા હોય પૂર્વ મંજૂરી લઇ કામગીરી કરાશે. -અલ્પેશ ચાવડા, વોટર વર્કસ ઇજનેર, મનપા,જૂનાગઢ.

અન્ય સમાચારો પણ છે...