• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભવનાથમાં માનસિક અસ્થિર વેપારીનો ઝેરી દવા પી આપઘાત

ભવનાથમાં માનસિક અસ્થિર વેપારીનો ઝેરી દવા પી આપઘાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢના માનસિક અસ્થિર વેપારીએ એૅકલવાયુ જીવન અને બિમારીથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. જેની લાશ તેના ભાઈને ભવનાથમાંથી મળી આવતા તેણે પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢમા ઝાંઝરડા રોડ પર શારદા પેલેસમાં રહેતા 45 વર્ષિય અશ્વીનભાઈ દેવશીભાઈ ઈન્દ્રોજીયા માનસિક બિમારીનો સામનો કરી રહ્યા હતા. પોતાની બિમારીને લઈ હજુ અપરણિત હોવાથી મા બાપ અને ભાઈ ભરત સાથે રહેતા હતા. દરમિયાન ઘરેથી ગઈકાલે મોબાઈલ રીપેર કરવાનુ કહી નીકળ્યા હતા. પોતાની માનસિક બિમારીથી કંટાળી ભવનાથમાં જિલ્લા પંચાયતની સામે જંગલમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. એક સમય સુધી ઘરે ન આવતા પરીવાર જનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન મોબાઈલ ના આધારે તેની લાશ તેમના ભાઈ ભરતને ભવનાથમાંથી મળી આવી હતી. આથી તેણે પોલીસને જાણ કરી હતી. આ બનવની તપાસ પી એલ કરમટા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...