આગામી ચોમાસું સારું થશે, ઉનાળામાં તાપમાનનો પારો ખુબ ઉંચો જશે
અાગામી ઉનાળા પહેલાંજ પાણીના પોકાર ભલે ઉઠી રહ્યા હોય. પણ આગામી ચોમાસું સારું રહેશે. જોકે, ઉનાળામાં ઉષ્ણતામાન ખુબજ ઉંચું રહેશે. એમ પ્રકૃતિના અભ્યાસુ અને વર્ષા વિજ્ઞાન મંડળનાં સભ્ય રમણિકભાઇ વામજાએ કહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું છેકે, આકાશ મંડળની સ્થિતી, તાપ-પવન, નક્ષત્રો, ધાર્મિક તહેવારો, હાથીયા નક્ષત્ર, શરદ પૂનમ, દિવાળી, ખગોળ વિદ્યાનાં માધ્યમથી તેમજ ભાદરવા સુદ-6ને શનિવારે અનુરાધા નક્ષત્ર હોવાથી આ વર્ષે મેઘરાજા રૂસણાં નહીં લે. વનસ્પતિ, ચણીયા બોર, દેશી આંબલી, કેસુડાનાં ફૂલ, આંબાનાં મોર, મહા મહિનામાં થનાર માવઠું, આ બધા સારા વરસાદના સંકેતો છે. ઉનાળામાં ઉંચા તાપમાનને લીધે આંધી-તોફાન, વાવાઝોડાની સંભાવના છે ખરી.
મહા મહિનાનું માવઠું સારું | રમણિકભાઇએ વધુમાં કહ્યું હતું કે, માવઠું સામાન્ય રીતે નુકસાન ગણાય. પરંતુ જો મહા મહિનામાં માવઠું થાય તો તે સારું કહેવાય છે.