તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • ભીખાભાઇ માણાવદર, જશાભાઇ તાલાલા, વિમલ ચુડાસમા માંગરોળ, ગોવિંદ પરમાર અને ભગા બારડ સોમનાથ બેઠકો માટ

ભીખાભાઇ માણાવદર, જશાભાઇ તાલાલા, વિમલ ચુડાસમા માંગરોળ, ગોવિંદ પરમાર અને ભગા બારડ સોમનાથ બેઠકો માટે મત આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથબેઠક પરનાં બંને ઉમેદવારો વિસ્તારનાં મતદારો નથી. જશાભાઇ ભાણાભાઇ બારડ ભાજપમાંથી સોમનાથ બેઠક પરનાં ઉમેદવાર છે. પણ તે મતદાર છે સુત્રાપાડાનાં. જે તાલાલા મતવિસ્તાર હેઠળ આવે છે. આથી તેઓ મત તાલાલા બેઠક માટે આપશે. તો સોમનાથ બેઠક પરનાંજ કોંગ્રેસનાં ઉમેદવાર વિમલ ચુડાસમા પણ ચોરવાડની મતદાર યાદીમાં છે. તેઓ માંગરોળ બેઠક માટે મત આપશે. તાલાલા બેઠકના બંને ઉમેદવાર પણ રીતે સોમનાથ બેઠક માટે મત આપશે. ભાજપનાં તાલાલાનાં ઉમેદવાર ગોવિંદભાઇ પરમાર કાજલી રહે છે. કાજલી સોમનાથ બેઠકમાં આવે છે. આથી તેઓ ત્યાં મત આપશે. તો ભગવાનજીભાઇ બારડ પણ તાલાલામાંથી કોંગ્રેસનાં ઉમેદવાર છે. પણ પોતાનો મત આપવા બાદલપરા જશે. જે સોમનાથ બેઠકમાં અાવે છે. જ્યારે જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર ભીખાભાઇ જોષી પોતાનો મત આપવા અમરાપુર (કાઠીના) જશે. જે માણાવદર બેઠકમાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...