તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હજુ પણ પંખા , એસી ચલાવવા પડે અેવી સ્થિતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિયાળાની ઋતુ શરૂ થયાને દોઢ માસ વિતવા છતાં ઠંડી હજુયે\\\"ઠંડી\\\'

ઠંડીના અભાવે શિયાળુ પાકને અસર થવાની સંભાવના

શિયાળાનીઋતુ શરૂ થયાને દોઢ માસ જેટલો સમય વિતી ગયો છે પરંતુ હજુ ઠંડીનું જોઇએ તેવું જોર દેખાતું નથી. વચ્ચે કયારેક કયારેક ઠંડીનો ચમકારો આવી જાય છે પરંતુ હજુ શિયાળાના અસલી મિજાજ જેવી ઠંડીનો અભાવ જોવા મળી રહ્યો છે. વ્હેલી સવારે અને મોડી રાત્રીના ફુલ ગુલાબી ઠંડીની અહેસાસ થાય છે પરંતુ સ્વેટર અને ગોદડામાં લપેટાઇ રહેવું પડે તેવી ઠંડી હજુ પડી નથી. સામાન્ય રીતે દિવાળીના દિવસો બાદ ઠંડીનું જોર રહેતું હોય છે. કયારેકતો લીલી પરિક્રમામાં પણ કાતિલ ઠંડી જોવા મળતી હોય છે. વખતે શિયાળાની ઋતુના દોઢ માસ પછી પણ ઠંડી ગાયબ છે. લોકોને હજુ પંખા અને એસીનો સહારો લેવો પડે છે. ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ સમગ્ર ઋતુચક્ર ફેરવાઇ ગયા છે જેના કારણે ઋતુ મોડી શરૂ થઇ રહી છે.વાતાવરણમાં ઠંડીના અભાવે શિયાળુ પાકને પણ અસર પહોંચે તેવી સંભાવના વ્યકત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...