તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • અધુરા માસે અવતરેલા બબ્બે જોડીયા બાળકને બચાવી લેવાયા

અધુરા માસે અવતરેલા બબ્બે જોડીયા બાળકને બચાવી લેવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઢળતી સાંજે ઉગતા સિતારા

બાળકોને તંદુરસ્ત કરી વાલીઓને સોંપી દીધા

ખાનગી હોસ્પિટલના તબીબોએ 4 બાળકોને આપ્યું જીવતદાન

રાજકોટનીખાનગી હોસ્પિટલના ડોકટરોએ અત્યંત જટીલ કહી શકાય તેવી સર્જરી કરી અધુરા માસે જન્મેલા બબ્બે જોડીયા બાળકોને બચાવી લીધા હતા. આમ ચાર નવજાત શિશુને જીવતદાન આપી તબીબી ટીમે ડોકટરો પ્રભુનું રૂપ હોય છે ઉકિતને સાર્થક કરી બતાવી છે. રાજકોટમાં 2 દંપતિઓને ત્યાં અધુરા માસે જોડીયા બાળક જન્મયા હતા. માત્ર 24 અઠવાડિયાની અધુરી ગર્ભાવસ્થાએ જન્મેલા ચારેય બાળકોની સ્થિતી અત્યંત નાજુક હોય તેને બચાવી લેવા ડોકટરી વ્યવસાય માટે પણ એક પડકાર જનક સ્થિતી હતી. જોકે તેમ છતાં રાજકોટની માહિ ન્યૂ બોર્ન કેર સેન્ટરના ડો. સતિષ સાલાજા, અલ્પેશ દેસાઇ, જતીન ઉનડકટ, કુનાલ અાહ્યા વગેરેએ ભારે જહેમત બાદ ચારેયને બચાવી લઇ તંદુરસ્ત કરી તેના વાલીઓને સોંપી દીધા હતા.આ કામગીરી બદલ બંધનાથ પબ્લિક ચેરીટેબલ એન્ડ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા તબીબોની ટીમને બિરદાવવામાં આવી છે.

જૂનાગઢનાં વિવેકાનંદ મેદાનમાં સાંજનાં સમયે ખેલાડીઓ ક્રિકેટ રમે છે, મેદાનમાં જાણે કે જૂનાગઢનાં નવા સિતારાઓ તૈયાર થઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તસ્વીર- મેહુલ ચોટલીયા

અન્ય સમાચારો પણ છે...