ધો.12 પછીનાં અભ્યાસક્રમો વિશે હેલ્પસેન્ટર શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનીભેંસાણ રોડ સ્થિત નોબલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ધો.10 તથા ધો.12 પછીનાં અભ્યાસ માટે એન્જિનિયરીંગ, ફાર્મસી તથા મેનેજમેન્ટનાં અભ્યાસક્રમ વિશે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા અને માર્ગદર્શન માટે હેલ્પ સેન્ટરની શરૂઆત કરી છે. જેમાં ડીપ્લોમાં, ડિગ્રી માટે એન્જિનિયરીંગ, ફાર્મસી જેવા અભ્યાસક્રમોની પ્રક્રિયાનાં સોપાનોમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ વેરીફિકેશન, ચોઇસ ફિલીંગ, વિના મૂલ્યે ઇન્ટરનેટ ઉપયોગ, ડોક્યુમેન્ટ પ્રિન્ટ અને માર્ગદર્શનની સુવિધાઓ હેલ્પ સેન્ટર પર ઉપલબ્ધ છે. પ્રવેશ પ્રક્રિયા ધો.10 તથા ધો.12નાં પરિણામો જાહેર થતા બે દિવસ બાદ શરૂ થશે એમ એકમીશન કમિટીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...