તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં વિવિધ ફેકલ્ટીની પાંચ કોલેજ અને ત્રણ

જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં વિવિધ ફેકલ્ટીની પાંચ કોલેજ અને ત્રણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ કૃષિ યુનિ.ના કેમ્પસમાં વિવિધ ફેકલ્ટીની પાંચ કોલેજ અને ત્રણ પાેલીટેકનીક કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે સાથે વિદ્યાર્થીનીઓ પણ બહોળી સંખ્યામાં પ્રવેશ મેળવે છે. તમામ વિદ્યાર્થીનીઓને રહેવાની સારી સગવડતા, સલામતી તથા સુરક્ષા મળી રહે તેવા હેતુથી યુનિ.ના કુલપતિ ડો.એ.આર.પાઠકની પ્રેરણાથી દરેક હોસ્ટેલમાં રેક્ટરની નિમણૂંક કરવામાં અાવે છે. ડાે.પી.વી.પટેલના અધ્યક્ષસ્થાને તમામ ગર્લ્સ હોસ્ટેલનાં રેક્ટરોની બેઠક મળી હતી. જેમાં વિદ્યાર્થીનીઓને રહેવાની સલામતી તથા સુરક્ષા સાથે સારી સગવડતા મળી રહે, તેમજ હાલની પરીસ્થિતી, સરળ સંચાલન, હોસ્ટેલ મેસમાં જમવાની ગુણવત્તા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તકે ડો.એન.કે.ગોંટીયા, ડો.બી.કે.સગારકા, ડો.કે.ડી.પટેલ હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...