• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • સરકારે ખેડૂતોની ચિંતા સત્વરે કરવી જોઇએ : કિસાન સંઘ

સરકારે ખેડૂતોની ચિંતા સત્વરે કરવી જોઇએ : કિસાન સંઘ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કપાસનો પાક સારો હોવા છત્તાં નુકસાની વેઠવી પડશે

દેશમાંઓખી વાવાઝોડાને લીધે આપણે ત્યાં પણ કમોસમી વરસાદ અને વાવાઝોડાની અસર થઇ છે. આથી ખેડૂતોને ખુબજ નુકસાન થયું હોઇ સરકારે સત્વરે તેની ચિંતા કરવી જોઇએ. એમ ભારતીય કિસાન સંઘનાં જૂનાગઢ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ પટોળિયાએ જણાવ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું છેકે, હાલ સોરઠમાં ઘઉં, ધાણા, જીરું, કપાસ, જેવા પાકનું મોટા પ્રમાણમાં આપણે ત્યાં વાવેતર થયું છે. સરકારે જે ટેકાના ભાવો જાહેર કર્યા છે તેમાં પણ કઠોળ અને કપાસનાં કેન્દ્રો ખુલ્યા નથી. આથી તેના ખેડૂતોને એક તો પોષણક્ષમ ભાવ મળતા નથી. ત્યારે બીજી તરફ ઓખી વાવાઝોડા અને કમોસમી વરસાદને લીધે કપાસમાં સારું ઉત્પાદન હોવા છત્તાં બી ઉગી જવાથી નુકસાન થયું છે. તો કપાસ પણ કાળો પડી જશે. તો રવિ પાકમાં પણ ધાણા, જીરૂં અને ઘઉંનો પાક પણ ફેલ થઇ શકે એમ છે. સ્થિતીમાં સરકારે ખેડૂતોની સત્વરે ચિંતા કરવી જોઇએ.

અન્ય સમાચારો પણ છે...