તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • ચેકિંગના પગલે આંખના વોર્ડને ખાલી કરી ત્યાં સ્ટેજ બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેકિંગના પગલે આંખના વોર્ડને ખાલી કરી ત્યાં સ્ટેજ બનાવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ સિવીલ, મેડિકલ કોલેજનું આજે એમસીઆઇની ટીમ કરશે ઇન્સ્પેકશન

જૂનાગઢસરકારી હોસ્પિટલ અને મેડીકલ કોલેજ ખાતે શુક્ર અને શનિ એમ બે દિવસ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. દિલ્હી સ્થિત મેડીકલ કાઉન્સિલ અોફ ઇન્ડિયાની ટીમ દ્વારા ઇન્સ્પેકશન કરવામાં આવશે. ચેકિંગને લઇને હોસ્પિટલના અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે. જયારે ટીમ ચેકિંગ માટે આવે ત્યારે કોઇ પણ પ્રકારની ઉણપ રહી જાય અથવા રહી જાય તો પણ નજરે ચડી જાય તે માટેની ગોઠવણ કરવામાં આવી છે. જૂનાગઢની સરકારી હોસ્પિટલ અને નવી બનેલી મેડીકલ કોલેજનું ઇન્સ્પેકશન કરવામાં આવશે. મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (એમસીઆઇ) નામની સંસ્થા કે જે સરકારી હોસ્પિટલ,મેડીકલ કોલેજને માન્યતા આપે છે તેમની ટીમ દ્વારા દર વર્ષે ચેકિંગ કરવામાં આવતું હોય છે. હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતી સુવિધા ઉપલબ્ધ છે કે નહિ ખામી હોય તે શું ખામી છે અને કયાં કારણોસર ખામી રહી ગઇ છે તેના કારણો જાણી જરૂરી કાર્યવાહી કરવા માટે રિપોર્ટ તૈયાર કરે છે. રિપોર્ટના આધારે રહી ગયેલી ખામી દૂર કરવાની રહે છે . માટે ફરીથી માર્ચમાં ટીમ ચેકિંગમાં આવે ત્યાં સુધીમાં રહે ગયેલી ક્ષતિ દૂર કરવાની રહે છે.હાલ આંખનો વોર્ડ ખાલી કરી ત્યાં ઓડિટીરયમ રૂમ બનાવી દેવાયો છે.

શું ચેકિંગ કરવામાં આવે છે ? | એમસીઆઇનાનોમ્સ મુજબ વ્યવસ્થા છે કે નહિ ωહોસ્પિટલમાં કેટલા બેડ છે, કેટલા દર્દીઓ દાખલ છે, કેટલી સ્ટ્રેચર છે, કેટલા ઓપરેશન થાય છે ,કેટલાને બલ્ડ ચડાવાય છે. જયારે મેડીકલ કોલેજમાં કેટલા પ્રોફેસર છે, ટીચર છે, ડોકટરો છે વગેરેનું ચેકિંગ થાય છે સહિતનું ચેકીંગ થશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો