• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • મોટા કોટડામાં ભાજપનો પ્રચાર કરી નવાણીયા જતી વખતે ગાડીને આંતરી બે શખ્સોએ માર માર્યો

મોટા કોટડામાં ભાજપનો પ્રચાર કરી નવાણીયા જતી વખતે ગાડીને આંતરી બે શખ્સોએ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદરતાલુકાનાં મોટા કોટડા ગામે ભાજપનો પ્રચાર કરી નવાણીયા જતી વખતે મેંદરડા ગુરૂકુળનાં મહંત ભક્તિપ્રસાદ સ્વામી પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. બનાવ બાદ બંને નાસી ગયા હતા. હુમલાખોરોની ગાડીમાંથી કોંગ્રેસનો ખેસ મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વિસાવદર તાલુકાનાં મોટા કોટડા ગામે ભાજપનો પ્રચાર કરી ત્યાંથી નવાણીયા જઇ રહેલા મેંદરડા સ્વામી નારાયણ ગુરૂકુળનાં મહંત ભક્તિપ્રસાદ સ્વામી ગાડીને રસ્તામાં આંતરવામાં આવી હતી. જીજે 11 9666 નંબરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને માર માર્યો હતો. અને પછી નાસી ગયા હતા. આશરે સાંજે 7 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. જાણવા મળ્યા મુજબ, ભક્તિપ્રસાદને છેલ્લા બેત્રણ દિવસથી ફોન પર એવી ધમકીઓ મળતી હતી કે, તમે ભાજપનો પ્રચાર કરવાનું મૂકી દો, નહીંતર સારું નહીં થાય. ઘવાયેલા સ્વામીને હાલ જૂનાગઢનાં એક ખાનગી દવાખાને ખસેડાયા છે. જ્યાં તેમને આઇસીયુમાં રખાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, બનાવ અંગે હજુ પોલીસે વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે.

હુમલાખોરોની ગાડીમાંથી કોંગ્રેસનાં ખેસ મળ્યા

અન્ય સમાચારો પણ છે...