તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • જોકે ચૂંટણીના કારણે કોઇ પણ ચર્ચા વિના 5 મિનીટમાં બોર્ડ પૂરૂં કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોકે ચૂંટણીના કારણે કોઇ પણ ચર્ચા વિના 5 મિનીટમાં બોર્ડ પૂરૂં કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
60 પૈકી 21 જેટલા કોર્પોરેટરોની જનરલ બોર્ડમાં રહી ગેરહાજરી

જૂનાગઢમહાનગરપાલિકાનું ગુરૂવારે જનરલ બોર્ડ હતું. જોકે સાધારણ સભામાં ગેરહાજર રહેનાર કોર્પોરેટરોની સંખ્યા અસાધારણ હતી. કુલ 60 પૈકી 21 કોર્પોરેટરોની જનરલ બોર્ડમાં ગેરહાજરી જોવા મળી હતી. તમામ કોર્પોરેટરો જાણતા હતા કે માત્ર ઔપચારિકતા નિભાવવા માટેનું બોર્ડ છે જેમાં પ્રજાના સેવકોનો જાજો સમય બગડે તેમ હતું છતાં તેમની ગેરહાજરી રહી હતી જે ઉડીને આંખે વળગે તેવી હતી.

પ્રજાના કહેવાતા સેવકોએ જનરલ બોર્ડ કરતા પણ પોતાના પક્ષના ચૂંટણી પ્રચારને વધુ પ્રાધ્યાન આપ્યું હતું. 60 પૈકી માત્ર 33 કોર્પોરેટરો હાજર રહ્યા હતા, 6 રજા રિપોર્ટ મૂકી દઇ છટકબારીનો લાભ લઇ લીધો હતો અને બાકીના 21 જેટલા કોર્પોરેટરો ગેરહાજર રહ્યા હતા.

બોર્ડમાં મેયર આદ્યાશકિતબેન મજમુદાર, ડે. મેયર ગીરીશ કોટેચા, નાયબ કમિશ્નર એમ. કે. નંદાણીયા અને 33 કોર્પોરેટરો અને કોર્પોરેશનના વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.

ઔપચારિકતા નિભાવવા બોર્ડ મળ્યું

દરબે મહિને બોર્ડ બોલાવવાનું હોય છે. હાલ ચૂંટણી આચારસંહિતા અમલી હોય બોર્ડમાં કોઇ ચર્ચા કરવામાં આવી હતી. માત્ર ઔપચારિકતા નિભાવવા બોર્ડ મળ્યું હતું જેમાં રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત ગાઇ જનરલ બોર્ડ માત્ર 5 મીનિટમાં પૂરૂં કરવામાં આવ્યું હતું. -ગીરીશભાઇ કોટેચા, ડેપ્યુટી મેયર જૂનાગઢ મહાનગરપાલિકા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો