તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી દિવસોમાં લગ્ન માટે સ્પેશ્યલ બસ ફાળવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ST વિભાગને લગ્નગાળાની સીઝન ફળી : દરરોજની એક લાખની આવક

જૂનાગઢએસટી વિભાગને લગ્નની સીઝન ફળી છે. સમયગાળામાં એસટી વિભાગને મબલખ આવક થઇ રહી છે. દરરોજની થતી આવકમાં લગ્નની સીઝનને લઇને 1 લાખ રૂપિયાની આવક વધી છે. હવે આગામી સમયમાં લગ્ન માટે સ્પેશ્યલ બસ ભાડે આપવામાં આવશે. અંગે જૂનાગઢ એસટી વિભાગના ડેપો મેનેજર એચ.એન. દવેના જણાવ્યા મુજબ લગ્નગાળાની સીઝનને લઇને એસટીની તમામ બસોમાં ચિક્કાર ગીરદી જોવા મળી રહી છે. સલામત સવારી એસટી અમારીનું સૂત્ર મુજબ લોકો મુસાફરી માટે સૌપ્રથમ એસટી પર પસંદગી કરે છે. નાના ગામડા સુધી એસટીની સેવા પ્રાપ્ય થઇ રહી છે. જેના કારણે લોકો એસટીમાં વધુ મુસાફરી કરી રહ્યા છે. કારણોસર એસટીની દૈનિક આવકમાં રૂપિયા 1 લાખ કરતા વધુનો વધારો નોંધાયો છે. ડિવીઝનલ કન્ટ્રોલર બી.સી. જાડેજાના માર્ગદર્શનમાં આગામી સમયમાં લગ્ન માટે સ્પેશ્યલ બસ ફાળવવામાં આવશે. માટે 35 કિલોમીટર સુધીમાં 8000 પ્લસ 5 ટકા સર્વિસ ચાર્જ અથવા 1 કલાકના 675 રૂપિયા બન્ને પૈકી જે વધુ હશે તે વસુલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...